ભુજ - કચ્છ, 3 ઓગસ્ટ (હિ.સ.) પ્રદેશ કોંગ્રેસના નવા માળખાના પ્રમુખ નિમાયા બાદ તાલુકા તેમજ શહેર સંગઠનની નવી રચના માટે હોદ્દેદારોની પસંદગી પહેલા સેન્સ લેવાની પ્રક્રિયા શરુ કરાઈ છે. જે અંતર્ગત કચ્છ માટે નિમાયેલા પ્રભારીઓ 4થી ઓગસ્ટથી 10મી સુધી જિલ્લામાં હાજર રહીને સેન્સ લેશે. નુસરતભાઇ પંજા તથા સંજયભાઇ અમરાણી કચ્છમાં રહેશે. તાલુકા તેમજ શહેર આગેવાનો હોદ્દેદારો કાર્યકરો ને સાંભળી સેસન્સ પ્રકિયા કરી પ્રમુખોની નિયુક્તિ પ્રદેશ સમિતિ દ્વારા 20/8 સુધી પ્રદેશ પ્રમુખ દ્વારા કરવામાં આવશે એમ કચ્છ જિલ્લા પ્રમુખ વી. કે. હુંબલે જણાવ્યું હતું.
હોદ્દેદારો બનવા ઇચ્છુક ઉમેદવારોને સાંભળશે
ગુજરાત તમામ જિલ્લાઓ માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રભારીઓ નિયુક્ત કરવામાં આવ્યા છે. આ તમામ પ્રભારી પોતાના જિલ્લાઓમાં તાલુકા તેમજ શહેર પ્રમુખો માટે , પ્રદેશ કોંગ્રેસ સમિતિ હોદ્દેદારો બનાવવા ઇચ્છુક ઉમેદવારો સાંભળશે.
આણંદ બેઠકની સૂચના મુજબ સેન્સ લેવાશે
વધુમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હુંબલે જણાવ્યું હતું કે, આણંદ ખાતે યોજાયેલી બેઠકમાં રાહુલ ગાંધીની ઉપસ્થિતીમાં જે નવા સંગઠનના માળખા તેમજ કાર્યકમો માટે જે નિર્દેશો મળ્યા તે મુજબ પ્રદેશ સમિતિ દ્વારા તાલુકા તથા શહેર પ્રમુખોની સેન્સ પ્રક્રિયા થઇ રહી છે.
કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર દાવેદારી કરી શકશે
પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નુસરતભાઇ પંજા તેમજ સંજયભાઇ અમરાણીની નિયુક્તિ કરવામાં આવી છે. આ બંને પ્રભારી 10મી સુધી કચ્છ જિલ્લાના તમામ તાલુકા શહેર મથકો પર જઇ આગેવાનો હોદ્દેદારો કાર્યકરોને સાંભળશે. કોંગ્રેસ પક્ષનો સામાન્ય કાર્યકર પણ પોતાની દાવેદારી નોંધાવી શકશે. તેવું જીલ્લા કોંગ્રેસ સમિતિ પ્રવક્તા ગનીભાઇ કુંભારની યાદીમાં જણાવાયું છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA