સાયબર ક્રાઈમ જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું
અમરેલી 3 ઓગસ્ટ (હિ.સ.) : પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓની સુચના હેઠળ ચિતલ ગામે હાઇસ્કુલ ખાતે વિદ્યાર્થીઓ માટે સાયબર ક્રાઈમ જાગૃતિ સેમિનારનું આયોજન તાલુકા પોલીસ સ્ટેશન ના ઇન્સ્પેક્ટર ઓ.કે જાડેજા દ્વારા કરવામાં આવેલ. ગૌતમ પરમાર પોલીસ મહાનિરિક્ષક ભાવનગ
સાયબર ક્રાઈમ જાગૃતિ સેમિનારનું આયોજન


અમરેલી 3 ઓગસ્ટ (હિ.સ.) : પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓની સુચના હેઠળ ચિતલ ગામે હાઇસ્કુલ ખાતે વિદ્યાર્થીઓ માટે સાયબર ક્રાઈમ જાગૃતિ સેમિનારનું આયોજન તાલુકા પોલીસ સ્ટેશન ના ઇન્સ્પેક્ટર ઓ.કે જાડેજા દ્વારા કરવામાં આવેલ.

ગૌતમ પરમાર પોલીસ મહાનિરિક્ષક ભાવનગર વિભાગ, ભાવનગરનાઓ તેમજ અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓની સુચના તથા ચિરાગ દેસાઇ નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ, અમરેલી તેમજ ઓ.કે.જાડેજા પોલીસ ઇન્સપેક્ટર અમરેલી તાલુકા પો.સ્ટે. નાઓના માર્ગદર્શન હેઠળ અમરેલી અમરેલી તાલુકા પોસ્ટે વીસ્તારમાં સાયબર ક્રાઇમ અંગે લોકોમાં જાગૃતિ/અવેરનેસ ફેલાવવા ચિતલ ગામે હાઇસ્કુલ ખાતે આયોજન કરવામાં આવ્યુ.જેમાં ચિતલ હાઇસ્કુલ ખાતે વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ પ્રિવેન્શન લગત માહિતી આપવા માટે સાયબર ક્રાઇમ અવરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.તેમજ વિદ્યાર્થીઓને હાલમાં બની રહેલ સાયબર ક્રાઇમ ફ્રોડ જેવા કે, ન્યુડ વીડીયો કોલ, “.apk” ફાઇલ ફ્રોડ, ઉંચા વળતરના નામે થતા ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ વગેરેથી બચવા અંગે માર્ગદર્શન આપેલ. આ ઉપરાંત સાયબર ફ્રોડના મુળભુત ત્રણ કારણો એવા ડર, લાલચ અને આળસથી બચવા માટે ભારપુર્વક સુચના આપવામાં આવેલ. આ ઉપરાંત અમરેલી જીલ્લાના તમામ નાગરિકોને સાયબર ક્રાઈમથી સુરક્ષીત રહેવા માટે અપીલ કરવામાં આવે છે.

સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર- 1930

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande