જવાહર નવોદય વિદ્યાલય, પોરબંદરમાં ધોરણ-6માં પ્રવેશ માટે અરજીફોર્મ ઓનલાઈન ભરવા માટેની તારીખ લંબાવાઈ
પોરબંદર, 3 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં વનાણા ખાતે આવેલ પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 માં પ્રવેશ માટે લેવાનાર પ્રવેશ પરીક્ષા માટેના ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે. ભારત સરકારના શિક્ષા મંત્રાલય હેઠળ કામ કરતી સ્વાયત
જવાહર નવોદય વિદ્યાલય, પોરબંદરમાં ધોરણ-6માં પ્રવેશ માટે અરજીફોર્મ ઓનલાઈન ભરવા માટેની તારીખ લંબાવાઈ


પોરબંદર, 3 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં વનાણા ખાતે આવેલ પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 માં પ્રવેશ માટે લેવાનાર પ્રવેશ પરીક્ષા માટેના ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે.

ભારત સરકારના શિક્ષા મંત્રાલય હેઠળ કામ કરતી સ્વાયત સંસ્થા નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા ચલાવાતી જવાહર નવોદય વિદ્યાલયોની વર્ષ 2026-27 માટે ધોરણ -6 માં પ્રવેશ મેળવવા માટેની પસંદગી પરીક્ષા તારીખ 13/12/2025 ને શનિવારનાં રોજ સવારે 11.30 કલાકે કુતિયાણા, પોરબંદર અને રાણાવાવમાં લેવામાં આવશે.

ઉપરોક્ત પરીક્ષામાં શરતોને આધીન હાલ ધોરણ - 5 માં પોરબંદર જીલ્લામાં રહેતા તેમજ પોરબંદર જીલ્લામાં આવેલ સ્કુલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પોરબંદર જીલ્લાની પી.એમ. સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, પોરબંદરમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવા માટે નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ https://navodaya.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 29/07/2025 હતી. જે તારીખ 13/08/2025 સુધી લંબાવવામાં આવી છે. ઓનલાઈન અરજી જ માન્ય રહેશે. પ્રવેશ માટેની યોગ્યતા મુજબ પ્રવેશ ઇચ્છતા ઉમેદવાર વર્ષ 2025-26 દરમ્યાન ધોરણ - 5 માં પોરબંદર જિલ્લામાં આવેલી સરકારી /સરકાર માન્ય શાળામાં અભ્યાસ કરતા હોવા જોઈએ, ઉમેદવાર સરકારી કે સરકાર માન્ય શાળાનાં ધોરણ -3 અને 4 માં સળંગ અભ્યાસ કરેલ હોય અને પાસ થયેલ હોય, ઉમેદવાર તારીખ 01/05/2014 અને 31/07/2016 (બંને દિવસો સમાવિષ્ટ છે) વચ્ચે જન્મેલ હોવો જોઈએ અને ઉમેદવાર ફક્ત એક જ વાર ઓનલાઈન અરજી કરી શકશે. જો ઉમેદવારે ગત વર્ષ 2025-26 માં અરજી કરેલ હશે તો તેમની ઉમેદવારી રદ્દ કરી દેવામાં આવશે જે જવાહર નવોદય વિદ્યાલય પોરબંદરના આચાર્યની એક યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande