વારાહી ટોલબૂથ પર ટેકનિકલ ખામીને લઈ બોલાચાલી બાદ મારામારી, પાંચ ટોલકર્મીઓની ધરપકડ
પાટણ, 3 ઓગસ્ટ (હિ.સ.) : પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ટોલબૂથ પર ટેકનિકલ ખામીના મુદ્દે શરૂ થયેલી સામાન્ય બોલાચાલી અચાનક મારામારીમાં ફેરવાઈ હતી. કાળી સ્કોર્પિયોમાં સવાર શખ્સો અને ટોલકર્મીઓ વચ્ચે થયેલી આ અથડામણનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વ
વારાહી ટોલબૂથ પર ટેકનિકલ ખામીને લઈ બોલાચાલી બાદ મારામારી, પાંચ ટોલકર્મીઓની ધરપકડ કરવામાં આવી.


પાટણ, 3 ઓગસ્ટ (હિ.સ.) : પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ટોલબૂથ પર ટેકનિકલ ખામીના મુદ્દે શરૂ થયેલી સામાન્ય બોલાચાલી અચાનક મારામારીમાં ફેરવાઈ હતી. કાળી સ્કોર્પિયોમાં સવાર શખ્સો અને ટોલકર્મીઓ વચ્ચે થયેલી આ અથડામણનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે.

ઘટના દરમિયાન ટોલ પર ટેકનિકલ ખામીના કારણે ટોલ વસૂલવામાં વિલંબ થયો હતો. ટોલકર્મીઓએ ડ્રાઈવરને બીજી લેનમાં જવા સૂચવ્યું હતું, પરંતુ ડ્રાઈવરે ગાડી આગળ ધપાવી દીધી. ગાડી અટકાવવાનો પ્રયાસ થતાં બંને પક્ષે બોલાચાલી શરૂ થઈ અને મામલો બિચકતાં લાકડીઓથી હુમલા સુધી પહોંચ્યો.

વાયરલ થયેલા વીડિયોમાં બંને પક્ષો લાકડીઓથી એકબીજા પર હુમલો કરતા દેખાઈ રહ્યા છે. આ મારામારીમાં કુલ પાંચ લોકોને નાની-મોટી ઇજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત પૈકીના બે લોકોને તાત્કાલિક પલાસવા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વારાહી પોલીસે ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ પગલાં લીધા છે. પીઆઈ વી.એન. પટેલે જણાવ્યું કે, વિડિયો અને પુરાવાની તપાસના આધારે પાંચ ટોલકર્મીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને ઘટનાસ્થળનું રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે. સ્કોર્પિયોમાં સવાર બે શખ્સો હજુ ફરાર છે અને તેમની શોધખોળ ચાલુ છે. બંને પક્ષે ફરિયાદ નોંધાઈ છે અને કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande