તાલાળા તાલુકાના પિખોર ગામેથી, એક જે.સી.બી. અને છ ટેકટર ઝડપી પાડતું તંત્ર
ગીર સોમનાથ 3 ઓગસ્ટ (હિ.સ.) જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયના સીધા માર્ગદર્શન હેઠળ ભૂસ્તરશાસ્ત્રીની કચેરીની ટીમ તથા મામલતદાર તલાલાની ટીમ દ્વારા મોજે: પિખોર તા.તાલાલા સઘન ચેકીંગની કામગીરી હાથ ધરી કુલ ૦૧ (જે.સી.બી) વાહન અને ૦૬ (ટ્રેક્ટર) વાહન બિન અધિકૃત
તાલાળા તાલુકાના પિખોર ગામેથી, એક જે.સી.બી. અને છ ટેકટર ઝડપી પાડતું તંત્ર


ગીર સોમનાથ 3 ઓગસ્ટ (હિ.સ.) જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયના સીધા માર્ગદર્શન હેઠળ ભૂસ્તરશાસ્ત્રીની કચેરીની ટીમ તથા મામલતદાર તલાલાની ટીમ દ્વારા મોજે: પિખોર તા.તાલાલા સઘન ચેકીંગની કામગીરી હાથ ધરી કુલ ૦૧ (જે.સી.બી) વાહન અને ૦૬ (ટ્રેક્ટર) વાહન બિન અધિકૃત રીતે હાર્ડ મોરમ ખનીજનું ખનન તથા વહન સબબ અટકાયત કરવામાં આવ્યું હતું.

જે કામગીરી દરમ્યાન કુલ ૦૬ (ટ્રેક્ટર)ની વસૂલાત, નિયમ અનુસાર રૂ. ૧.૭૮ લાખ કરવામાં આવી છે અને જે.સી.બી. મશીન અંગેની કાર્યવાહી નિયમ અનુસાર કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande