પાટણ, 3 ઓગસ્ટ (હિ.સ.)શ્રાવણ મહિનાની શરૂઆત સાથે જ પાટણ શહેરમાં દશામાના દસ દિવસીય વ્રતનો પ્રારંભ થાય છે. દર વર્ષે મોટી સંખ્યામાં મહિલાઓ આ વ્રત કરે છે. વ્રત દરમિયાન મહિલાઓ એકટાણું અથવા નકરોડાનો ઉપવાસ કરે છે અને પાટણના સિદ્ધનાથ મહાદેવ મંદિર પરિસરમાં આવેલ દશામાતા મંદિરમાં દસ દિવસ સુધી પૂજા-અર્ચના કરે છે.
દશમા વ્રતના અંતિમ દિવસે વહેલી સવારેથી જ વ્રતધારી મહિલાઓ માતાજીના દર્શન માટે ઉમટી પડેલી. રાત્રે દશામાતાજીનું 64 ઉપચારોથી વિશેષ પૂજન અને 108 દીવોવાળી મહાઆરતી યોજાઈ હતી. ઘીથી પૂજન કરાયું અને ભક્તિભાવથી પરિપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું.
અંતે વ્રતધારી મહિલાઓએ દશામાતાજી શક્તિપીઠ ખાતે કુંડમાં માટીની પ્રતિમા વિસર્જન કરી. મંદિર બહાર લાગેલ મેળામાં શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને મેળાનો આનંદ માણ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર