જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે, બેટી બચાઓ બેટી પઢાઓ દિવસની ઉજવણી કરવામાં આવી
જૂનાગઢ 3 ઓગસ્ટ (હિ.સ.) હાલમાં સમગ્ર રાજ્યમાં નારી વંદન ઉત્સવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આજરોજ બેટી બચાઓ બેટી પઢાઓ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે સિવિલ હોસ્પિટલ જ
બેટી બચાઓ બેટી પઢાઓ દિવસની ઉજવણી


જૂનાગઢ 3 ઓગસ્ટ (હિ.સ.) હાલમાં સમગ્ર રાજ્યમાં નારી વંદન ઉત્સવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આજરોજ બેટી બચાઓ બેટી પઢાઓ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

જેના ભાગરૂપે સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે DHEW, OSC, ટીમ હાજર રહેલ. તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે આજના દિવસે જન્મેલી બાળકીઓને દીકરી વધામણા કીટ વિતરણ કરવામાં આવી હતી. આ ઉપરાંત લાભાર્થીઓને વહાલી દીકરી યોજના વિશે વિગતે સમજાવવામાં આવ્યા હતા અને આ યોજનાના ફોર્મનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande