જૂનાગઢમાં જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવાસિયાના માર્ગદર્શનમાં જળ સંચય અભિયાનનો વ્યાપ વધ્યો,
જૂનાગઢ જિલ્લામાં જળસંચયના ૨૨૨૦ કામ પૂર્ણ કરાયા
જળ સંચય અભિયાનનો વ્યાપ વધ્યો


જુનાગઢ 3 ઓગસ્ટ (હિ.સ.) જળ સંચયના કામોમા લોક ભાગીદારી વધારવાના હેતુથી માટે ભારતના વડાપ્રધાન અને કેન્દ્ર સરકારના જલ શકિત મંત્રાલય દ્વારા “ જળ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન “કેમ્પેઇનની શરૂઆત કરી જળસંચય જનભાગીદારીની આગવી પહેલ શરૂ કરવામા આવેલ હતી. જેનો મુખ્ય હેતુ દરેક નાગરીકો, એન.જી.ઓ., ઉધોગગૃહોના સંયુકત પ્રયાસોથી વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં જાગૃતી લાવવાનો છે. પાણી એ કુદરતનું અમુલ્ય વરદાન છે. જેનુ મહત્વ ખુબ જ છે. વરસાદનું પાણી સંગ્રહ કરવાથી અનેક ફાયદાઓ થાય છે. જેમ કે, અન્ય સ્ત્રોત થી આવતા પાણીપુરવઠાની માંગ પર બોજ ઓછો થશે. અને નવી ખર્ચાળ પાણી પુરવઠા ઇનફ્રાસ્ટકચરને વિલંબીત કરશે અન્ય પાણીના સ્ત્રોત પરનો આધાર ઘટશે. વધુને વધુ વરસાદના પાણીને જમીનમાં ઉતારવાથી કુવા બોર વગેરે ના પાણીના સ્તર ઉંચા આવશે અને પાણીની ગુણવતામાં નોંધપાત્ર સુધારો થશે. તે ઉપરાંત વરસાદી પાણીના પ્રવાહમા ઘટાડો થવાથી જમીન ધોવાણ અને પુરનું જોખમ ધટે છે.

જૂનાગઢ જિલ્લામા જળ સંચયના અભિયાનનો વ્યાપ વધારવા માટે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને દરેક વિભાગોના અધિકારીઓ સાથે અભિયાન બાબતે મીટીંગો, માર્ગદર્શન, તથા ટેકનીકલ બાબતોની તાલીમ આપી જૂનાગઢ જીલ્લાના દરેક વિભાગના કાર્યક્ષેત્રમા મહત્તમ વરસાદના પાણીનો સંગ્રહ થાય તે માટે હયાત રીચાર્જ સ્ટ્રક્ચર આઇડેંટીફાઇ કરવા તથા નવા રીચાર્જ સ્ટ્રક્ચર બનાવવાની કામગીરી આઇડેંટીફાઇ કરી જળ સંચયની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

વિશેષમાં કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની રીવ્યુ બેઠકનુ આયોજન કરી વધુમાં વધુ સરકારી એસેટ ધરાવતી કચેરીઓ જેવી કે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, તાલુકા વિકાસ અધિકારીની કચેરીઓ, ગ્રામ પંચાયતો,નગરપાલિકાઓ ,જિલ્લા ખેતીવાડી અધિકારી વગેરે જગ્યાઓમા કામોની શરૂઆત કરવામાં આવી છે. તેમજ આઇડેંટીફાઇ કરવામા આવેલ તમામ લોકેશન ઉપર કામગીરી કરવા તાંત્રીક માર્ગદર્શન પુરુ પાડવા અને નમુનારૂપ અંદાજ પત્ર બનાવવા સિંચાઇ યોજના વિભાગ જૂનાગઢને સુચના આપવામા આવી છે.તેમજ જળ શક્તિ અભિયાનના અમલીકરણ અને મોનીટરીંગ અર્થે જિલ્લાના જુદા જુદા લાઇન ડીપાર્ટમેંટના લાઇઝન અધિકારીની નિમણુક કરી કામગીરી વધુ સરળ અને સારી અસરકારક બનાવવામાં આવ્યુ છે.

કલેક્ટરની અધ્યક્ષતામા જૂનાગઢ સિંચાઇ યોજના હસ્તકના વિશ્રામ ગૃહ ખાતે રેઇન વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રક્ચરનુ લાઇવ મોડેલનું ડેમોંસ્ટ્રેશન કરવામા આવ્યુ હતુ. તમામ લાઇન ડીપાર્ટમેંટના અધિકારીઓને પ્રેઝન્ટેશન મારફત તમામ પ્રકારની કામગીરી અને અંદાજપત્રની સમજણ આપવામા આવી હતી. કામગીરી આગળ વધારવા નગર પાલિકાઓને સ્થાનીક સોસાયટીમા ઉક્ત બાબતે જાગ્રુતિ લાવવા અને વધુમા વધુ રીચાર્જ સ્ટ્રક્ચર લોકો દ્વારા પોતાતા રહેઠાણોમા બનાવવામા આવે તેવા પ્રયાસો કરવામાં આવી રહયા છે.

જળ શક્તિ અભિયાન અંતર્ગત લગત વિભાગો દ્વારા કામગીરી હાથ ધરવામા આવી અને જિલ્લાના તમામ લાઇન ડીપાર્ટમેંટના સહિયારા પ્રયાસથી જૂનાગઢ જિલ્લામા ૨૨૨૦ કામો પુર્ણ કરવામાં આવ્યા છે. જીલ્લાકક્ષાએ હજુ પણ વધુ કામો કરવાનું આયોજન છે. જિલ્લાના અલગ અલગ ૩૯ જેટલા લાઇન ડીપાર્ટમેંટ દ્વારા પોતાના હસ્તકની બીલ્ડીંગમા રેઇન વોટર હાર્વેસ્ટીંગની કામગીરી કરવામા આવી રહી છે.

આ ઉપરાંત આ અભિયાનમાં ગીર ગંગા પરીવાર ટ્રસ્ટ તરફથી પણ ખુબ સારો પ્રતિસાદ મળી રહેલ છે અને જૂનાગઢ જિલ્લામા ૧૦૦ રીચાર્જ સ્ટ્રકચરનુ નિર્માણ ગીર ગંગા પરીવાર ટ્રસ્ટ તરફથી પી.જી.વી.સી.એલના સી.એસ.આર ફંડમાથી કરવામા આવી રહયુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande