જૂનાગઢ 3 ઓગસ્ટ (હિ.સ.) વિદ્યાર્થીના અધ્યયનને પૂછપરછ આધારીત, શોધ આધારીત, ચર્ચા આધારીત અને અવલોકન આધારીત પદ્ધતિ સાથે જોડી દેવાથી વિદ્યાર્થીમાં શિખવાની વૃત્તિ વધશે અને એટલી વર્ગમાં તેમની સહભાગિતા પણ વધશે. - કૂલપતિ પ્રો. પ્રતાપસિંહજી ચૈાહાણ
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.ખાતે યુનિ.ભવનોનાં વિભાગિય વડાઓની ઉપસ્થિતીમાં કૂલપતિ પ્રો.(ડો.) પ્રતાપસિંહ ચૈાહાણનાં માર્ગદર્શનમાં ભારતિય જ્ઞાન પરંપરાનાં પડઘા વિષયે વક્તૃત્વ સ્પર્ધા સહ સેમિનાર યોજાયો હતો.
કૂલપતિ પ્રો. પ્રતાપસિંહજી ચૈાહાણે વિદ્યાર્થીઓને દુરવાણીથી શુભેચ્છા પાઠવતા જણાવ્યુ હતુ કે, વિદ્યાર્થીઓએ પોતાની કુશળતાઓને સતત વિકસાવતા રહી સતત અધ્યયનશીલ બનવાથી વિકસીત રાષ્ટ્રનાં નિર્માણમાં યુવાનોનું યોગદાન સાર્થક બનશે. પ્રો. ચૈાહાણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અમલમાં લાવવા માટે સૌ એક સાથે સંકલ્પબદ્ધ થઈને કામ કરવા પર અનુરોધ કરી જણાવ્યુ કે વિશ્વવિદ્યાલય, કોલેજ, સ્કૂલ એજ્યુકેશન બોર્ડ, જુદા જુદા રાજ્યો સાથેના સંવાદની પ્રક્રિયા શરૂ થશે. માતૃભાષામાં જ ભણાવવાની સહમતિ આપવામાં આવી છે એનાથી વિદ્યાર્થીની સમજણનો પાયો તો મજબૂત થશે જ સાથોસાથ તેમના ભણતર માટેનો પાયો પણ વધુ મજબૂત થશે. વિદ્યાર્થીના અધ્યયનને પૂછપરછ આધારીત, શોધ આધારીત, ચર્ચા આધારીત અને અવલોકન આધારીત પદ્ધતિ સાથે જોડી દેવાથી વિદ્યાર્થીમાં શીખવાની વૃત્તિ વધશે અને એટલી વર્ગમાં તેમની સહભાગિતા પણ વધશે.
નવિ શિક્ષણનીતિ અને ભારતિય જ્ઞાન પરંપરા વિષયે વાત કરતાં અંગ્રેજી વિભાગનાં વડા પ્રો.ફિરોઝ શેખે જણાવ્યુ હતુ કે, ભારતીય જ્ઞાન પ્રણાલીઓમાં વિદ્યાર્થીઓ માટે પ્રાચીન ભારતીય વિજ્ઞાન અને કલા સંબંધિત અભ્યાસક્રમોમાં ક્રેડિટ મેળવવાનું શક્ય બનાવ્યું છે. ત્યારે નવિ શિક્ષણનીતિનાં અભ્યાસ માળખા અને વિદ્યાર્થીઓને પોતાનાં રસ રૂચિ અનુરૂપ અભ્યાની તકો પર વિસ્તૃત જાણકારી આપી હતી.
લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટનાં વડા પ્રો.સુહાસ વ્યાસે વિદ્યાર્થિઓને માર્ગદર્શિત કરતા જણાવ્યુ હતુ કે, ભારતીય જ્ઞાન પ્રણાલી એક અદ્વિતીય સંક્રાંતિકારી પદ્ધતિ છે જે સાંસ્કૃતિ, તત્ત્વ, દર્શન, અને વિજ્ઞાનને સમાહિત કરે છે. આ પ્રણાલીમાં, વિવિધ વિચારો, અને વિવિધ ક્ષેત્રોના અધ્યયનના માધ્યમથી જ્ઞાનનો એક સંપૂર્ણ સમૃદ્ધિમય અને સાંસ્કૃતિક સ્વરૂપ રચાયો ગયો છે. ભારતીય જ્ઞાનની મૂળભૂત અસરે વેદો, ઉપનિષદો, સૂત્ર, અને પુરાણોના અધ્યયનથી થયો છે. આ ગ્રંથો માં માનવજીવન, સમાજ, ધર્મ, તત્ત્વ, અને વિજ્ઞાન વગેરે વિષયો પર મુકાબલો મળતો છે. અદ્ભુત ગણરાજ્યના રચયિતાઓ, યોગી, દાર્શનિકો, અને વૈજ્ઞાનિકોનો મેળવો પણ આ જ્ઞાન પ્રણાલીનો ભાગ છે. આ પ્રણાલી માનવજીવનને એકત્ર કરવાનો પ્રયાસ કરતી છે અને સમાજને સાંસ્કૃતિક અને ધાર્મિક દૃષ્ટિકોણથી સમૃદ્ધ બનાવવાની કક્ષાઓને આપે છે. નવિ શિક્ષણનીતિમાં ભારતિય જ્ઞાન પ્રણાલીથી વિદ્યાર્થોને જ્ઞાનવર્ધનમાં થનાર લાભોની વાત કરી હતી.
કાર્યક્રમનાં પ્રારંભે નવિ શિક્ષણનીતિ સંદર્ભમાં આજનાં સેમિનારની ઉપયોગીતા વર્ણવતા સોશ્યોલોજી એન્ડ સોશ્યલવર્ક ડિપાર્ટમેન્ટનાં વડા પ્રો. જયસિંહ ઝાલાએ પૂર્વ રાષ્ટ્રપતિ મહાન વૈજ્ઞાનિક ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામજીનાં વિધાન “The purpose of Education is to make good human beings with skills and expertise. Enlightened human be-ings can be created by teachers.” ટાંકતા જણાવ્યુ હતુ કે ખરેખર દેશને સારા વિદ્યાર્થીઓ, સારા વ્યાવસાયિકો અને ઉત્તમ નાગરિકો બનાવવાનું બહુ મોટું માધ્યમ શિક્ષકો છે ત્યારે શિક્ષણ જગત સાથે જોડાયેલા અધ્યાપકો દ્વારા વિદ્યાર્થીઓમાં જે જ્ઞાનનું સિંચન થાય છે એ શિક્ષણ નીતિમાં વિદ્યાર્થી ગૌરવને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે.
પર્યાવરણ સંવર્ધન કરતી વિવિધ સંસ્થાઓનાં રાષ્ટ્રીય કક્ષાએ માર્ગદર્શક ડો. સંતોષ યાદવે વિદ્યાર્થીઓને ભારતિય જ્ઞાન પરંપરા અને પર્યાવરણ તથા પ્રકૃતિનાં રખેવાળીમાં બોટની, ઝૂલોજી, જીવવિજ્ઞાનની મહત્વની ભુમિકા વિષયે જાણકારી આપી ભારતીય જ્ઞાન પ્રણાલીઓ ( IKS ), અથવા ભારતીય જ્ઞાન પરંપરા ભારત સરકારના શિક્ષણ ભારતીય જ્ઞાન પ્રણાલીઓને પ્રોત્સાહન આપવા ભારતીય વારસાને જાળવવા, આબોહવા પરિવર્તન જેવી આધુનિક સમસ્યાઓમાં પ્રાચીન જ્ઞાનને લાગુ કરવા અને ભારતીય શિક્ષણને તમામ સ્તરે અભ્યાસક્રમોમાં IKS નો સમાવેશ વિષયે માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ.
આ સેમિનારમાં યુનિ.નાં વિવિધ વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થિઓએ નવિ શિક્ષણનીતિ અને ભારતીય જ્ઞાન પરંપરા વિષયે પોતાનાં વક્તૃત્વનાં માધ્યમે વિચારો વ્યક્ત કર્યા હતા. આ સ્પર્ધાનાં નિર્ણાયક તરીકે ડો. પરાગ દેવાણી અને ડો. રાજેશ રવિયાએ જવાબદારી નિભાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ