રાષ્ટ્રીય તેમજ આંતર રાષ્ટ્રીય રમતોમાં, સિદ્ધિ પ્રાપ્ત કરેલ ખેલાડીઓના સન્માન અંગે તા. ૪ ઓગસ્ટ સુઘીમાં અરજી કરવી
જૂનાગઢ 3 ઓગસ્ટ (હિ.સ.) જીલ્લાના વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન રાષ્ટ્રીય તેમજ આંતર રાષ્ટ્રીય રમતોમાં સિદ્ધિ પ્રાપ્ત કરેલ ખેલાડીઓનું જિલ્લાકક્ષા કાર્યક્રમ દરમિયાન સન્માન કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જે અન્વયે રાષ્ટ્રીય / આંતર રાષ્ટ્રીય રમતોમાં સિદ્ધિ પ્રાપ્
રાષ્ટ્રીય તેમજ આંતર રાષ્ટ્રીય રમતોમાં, સિદ્ધિ પ્રાપ્ત કરેલ ખેલાડીઓના સન્માન અંગે તા. ૪ ઓગસ્ટ સુઘીમાં અરજી કરવી


જૂનાગઢ 3 ઓગસ્ટ (હિ.સ.) જીલ્લાના વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન રાષ્ટ્રીય તેમજ આંતર રાષ્ટ્રીય રમતોમાં સિદ્ધિ પ્રાપ્ત કરેલ ખેલાડીઓનું જિલ્લાકક્ષા કાર્યક્રમ દરમિયાન સન્માન કરવાનું નક્કી કરવામાં આવેલ છે.

જે અન્વયે રાષ્ટ્રીય / આંતર રાષ્ટ્રીય રમતોમાં સિદ્ધિ પ્રાપ્ત કરેલ ખેલાડીઓએ પોતાના અસલ પ્રમાણપત્રો સાથે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જૂનાગઢ ખાતે તા.૦૪/૦૮/૨૦૨૫ સાંજે ૦૫-૩૦ વાગ્યા સુધીમાં અરજી કરવી, આ અંગે વધુ વિગત માટે મો.૮૧૪૧૧ ૦૭૬૭૪ પર સંપર્ક કરવાનો રહેશે. તેમ જિલ્લા રમત ગમત અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જૂનાગઢ દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande