ભુજ – કચ્છ, 3 ઓગસ્ટ (હિ.સ.) ભુજમાં બેન્ક ઓફ બરોડામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતાં સંજયભાઇ જયરામગર ગુંસાઇએ મેડીક્લેઇમ પોલિસી ધી યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કું. લિ. પાસેથી લીધી હતી. તેમણે આંખનું ઓપરેશન કરાવ્યું. સારવાર પાછળ રૂા. 62,066નો ખર્ચ થયો. તરત જ વીમા કંપનીને જાણ કરી ટીપીએ દ્વારા તરત જ ફરિયાદીની સહમતી વિના રૂા. 24,000 ફરિયાદીનાં બેન્કનાં ખાતામાં જમા કરાવી આપ્યા હતા. આ પ્રકરણમાં મેડીક્લેઇમ અંગેનો વીમો લીધો હોવા છતાં પણ ક્લેઇમની રકમ ન ચૂકવતાં ધી યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની લિ. સામે દાખલો બેસાડતો કમિશનનો મહત્ત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો.
રકમ મામલે ખુલાસો ન અપાતાં ફરિયાદીએ દાદ માગી હતીૃ
વીમાધારકે તકરાર કમિશન સમક્ષ દાદ માગી હતી. જેમાં કુલ પૈકીની બાકીની રકમ રૂા. 38,066 શા માટે ચૂકવી નથી. તેની તપાસ કરવા માટે તરત જ વીમા કંપનીની ઓફિસમાં ગયા, પરંતુ વીમા કંપની તરફથી કોઇ જ ખુલાસો કે યોગ્ય પ્રત્યુત્તર પણ આપવામાં આવ્યો ન હતો. ફરિયાદી પક્ષની રજૂઆતો બાદ જિલ્લા ફોરમના પ્રમુખ એસ.એચ. ઓઝા તથા સભ્યોએ પુરાવાઓ, દસ્તાવેજી આધારો ધ્યાનમાં લઇ ફરિયાદીને તેની સારવાર પાછળ થયેલા ખર્ચની રકમમાંથી ઓછી ચૂકવી હતી.
રકમ ચૂકવી આપવા માટે કરાયો આદેશ-
રૂા. 38,066 નવ ટકાના વ્યાજ સાથે તેમજ શારીરિક, માનસિક ત્રાસના વળતરના રૂા. 5,000 તથા ફરિયાદ ખર્ચના રૂા. 3,000 ચૂકવી આપવા ધી યુનાઇટેડ ઇન્શ્યોરન્સ કું. લિ. સામે હુકમ કર્યો હતો. કેસમાં ફરિયાદી પક્ષે ભુજના ધારાશાત્રી રાજેશ ઠક્કર, વિક્રમ ઠક્કર તથા હાર્દિક જોબનપુત્રા રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA