ભાવનગર ટર્મિનસથી અયોધ્યા કેન્ટ સુધી નવી સાપ્તાહિક ટ્રેન રેલમંત્રી એ લીલી ઝંડી આપી
ભાવનગર, 3 ઓગસ્ટ (હિ.સ.) : મુસાફરોની વધતી માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને આજે ભાવનગર ટર્મિનસ અને અયોધ્યા કેન્ટ વચ્ચે નવી સાપ્તાહિક ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે. આ ટ્રેનનું ઉદ્ઘાટન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ તથા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના
ટ્રેન પ્રસ્થાન


ભાવનગર, 3 ઓગસ્ટ (હિ.સ.) : મુસાફરોની વધતી માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને આજે ભાવનગર ટર્મિનસ અને અયોધ્યા કેન્ટ વચ્ચે નવી સાપ્તાહિક ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે. આ ટ્રેનનું ઉદ્ઘાટન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ તથા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના હસ્તે લીલી ઝંડી બતાવી કરવામાં આવ્યું હતું.

ટ્રેનને વિશેષ પ્રસંગ તરીકે ફૂલોથી શણગારવામાં આવી હતી અને રેલવે સ્ટેશન પર ઉલ્લાસભેર વાતાવરણ જામ્યું હતું. સ્થાનિક જનપ્રતિનિધિઓ, રેલવે અધિકારીઓ અને મોટી સંખ્યામાં મુસાફરોના હાથે આ ઇતિહાસિક યાત્રાની ગવાહી બનવા મળ્યું. આ નવી ટ્રેન સેવા દ્વારા ભાવનગર અને અયોધ્યા વચ્ચેના યાત્રીઓ માટે વધુ આરામદાયક અને ઝડપથી મુસાફરી શક્ય બનશે. તેમજ ધર્મિક અને વ્યવસાયિક યાત્રાઓ માટે પણ નવી રાહ આપશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande