ફ્રેન્ડશિપ ડેના દિવસે આપઘાતનો પ્રયાસ કરનાર બે મિત્રોમાંથી એકનું મોત
સુરત, 3 ઓગસ્ટ (હિ.સ.)- સુરત શહેરમાં ફ્રેન્ડશિપ ડેના દિવસે દુઃખદ ઘટના બની છે, જ્યાં તણાવભર્યા જીવનથી કંટાળીને આપઘાતનો પ્રયાસ કરનાર બે મિત્રોમાંથી એક કૌસ્તુભનું મોત થયું છે. બીજી તરફ, બીજો મિત્ર સમીર હાલ સારવાર હેઠળ છે. શુક્રવારે સાંજે, 24 વર્ષીય કૌસ્
1 murder


સુરત, 3 ઓગસ્ટ (હિ.સ.)- સુરત શહેરમાં ફ્રેન્ડશિપ ડેના દિવસે દુઃખદ ઘટના બની છે, જ્યાં તણાવભર્યા જીવનથી કંટાળીને આપઘાતનો પ્રયાસ કરનાર બે મિત્રોમાંથી એક કૌસ્તુભનું મોત થયું છે. બીજી તરફ, બીજો મિત્ર સમીર હાલ સારવાર હેઠળ છે.

શુક્રવારે સાંજે, 24 વર્ષીય કૌસ્તુભ અને 18 વર્ષીય સમીર ચંદ્રશેખર આઝાદ બ્રિજ (અડાજણ પાટીયા) પર જઈ પહોચ્યા હતા. બંનેએ પહેલા ઝેરી દવા પીધી અને ત્યારબાદ તાપી નદીમાં છલાંગ મારી પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો. નદીમાં નહીં પટકાઈ, પરંતુ કિનારાની જમીન પર પડતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. બંનેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. સારવાર દરમિયાન આજે, 3 ઓગસ્ટના રોજ, ફ્રેન્ડશિપ ડેના દિવસે કૌસ્તુભનું મૃત્યુ થયું, જ્યારે સમીરની હાલત નાજુક છે.

માહિતી મુજબ કૌસ્તુભ છેલ્લા કેટલાક મહિનાઓથી નોકરી અને કારકિર્દીને લઈને ઘોર તણાવમાં હતો, જ્યારે સમીર ધોરણ 10માં નાપાસ થતાં મનોમેળ જાળવી શક્યો નહોતો. પરિવાર અને મિત્રવર્તુળમાં આ દુઃખદ ઘટનાને લઈને ગંભીર ભાવનાઓ છવાઈ ગઈ છે. કૌસ્તુભ તેના માતા-પિતાનું એકમાત્ર આશરો હતો.

હાલ પોલીસે ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી છે અને બંને યુવાનોએ આ પગલું કેમ ભર્યું તે અંગે ઘેંટાઈથી તપાસ કરી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande