ભાઈ બહેનોને રક્ષાબંધન પર્વ પર રાખડી બાંધવામાં આવી
પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી કે શુદ્ધ સંકલ્પો દ્વારા આપણે આપણી રક્ષા સ્વયં કરવાની છે
બ્રહ્માકુમારીઝની બહેનોએ ભાઈઓ પાસેથી રક્ષાબંધનમાં વ્યસન મુક્ત માટેની ભેટ લીધી હતી
ભરૂચ 3 ઓગસ્ટ (હિ.સ.)
ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે આજે અલૌકિક રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. 700 થી વધુ ભાઈ બહેનોને રક્ષા સૂત્ર બાંધવામાં આવ્યા હતા.આ પ્રસંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી કે શુદ્ધ સંકલ્પો દ્વારા આપણે આપણી રક્ષા સ્વયં કરવાની છે અને જેટલા આપણા મનમાં શુદ્ધ સંકલ્પો હશે વ્યસન અને વિકારો નહીં હશે તો પરમાત્મા આપણી રક્ષા હંમેશા કરતા રહેશે.
બ્રહ્માકુમારીઝની બહેનોએ ભાઈઓને રક્ષાબંધનમાં ભાઈઓ પાસેથી વ્યસન મુક્ત માટેની ભેટ લીધી હતી ભાઈ બહેનના પવિત્ર પર્વ એટલે રક્ષાબંધનની આજે ઝારેશ્વર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર અને ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ પ્રભાદિદિએ જણાવ્યું હતું કે તન મનની સુરક્ષા માટેનું બંધન એટલે રક્ષાબંધન જેમાં કોઈ નિયમ કે કાયદો લાગુ પડતો નથી. તિલક એટલા માટે કરવામાં આવે છે કે પોતાનામાં રહેલી બુરાયઓ પર વિજય મેળવવા . રક્ષાબંધન પર્વ પર મીઠાઈથી મોઢું મીઠું કરાવવા પાછળનું કારણ મીઠું બોલવાનો આશ્રય રહેલો છે.
બ્રહ્માકુમારીઝ બહેનોએ રક્ષાબંધન પર્વ પર ભાઈ બહેનોને રક્ષા સૂત્ર બાંધીને તેમની પાસે કોઈપણ વ્યસનની કુટેવ હોય તે વ્યસન મુક્ત થવાના સંકલ્પની ભેટ લીધી હતી. આ સાથે જ આવનાર દિવસોમાં બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા ભરૂચ શહેરના અનેક ક્ષેત્રના વિભાગના ભાઈ બહેનોને રક્ષા સૂત્ર બાંધવામાં આવશે અને રક્ષાબંધનનું આધ્યાત્મિક મહત્વ સમજાવવામાં આવશે કે વાસ્તવમાં આપણે અત્યારે કઈ રક્ષાની આવશ્યકતા છે. બહારની રક્ષા કરતા આપણે આપણા મનના વિચારોની રક્ષા કરવી ખૂબ આવશ્યક છે તો આવનાર દિવસોમાં બ્રહ્માકુમારીઝ સેન્ટર દ્વારા, શહેરના અનેક ક્ષેત્રના ભાઈ બહેનોને રક્ષાબંધન પર્વ નિમિત્તે રક્ષા સૂત્ર બાંધવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ