પોરબંદરના સોઢાણા ગામના સુમરીબેન કારાવદરાને સરકારની આરોગ્ય સેવા ફળી
પોરબંદર, 3 ઓગસ્ટ (હિ.સ.) : સરકાર દ્વારા રાજ્યના તમામ નાગરીકો ઉત્તમ અને નિ:શુલ્ક સારવાર મેળવી શકે તે માટે આરોગ્યલક્ષી યોજનાઓ અમલી બનાવવામાં આવી છે, જેનો અનેક નાગરીકો લાભ મેળવી રહ્યા છે. આર્થીક પરીસ્થિતીના લીધે કોઈ પણ નાગરીકનો જીવ જોખમાય નહી તે બાબતની
પોરબંદરના સોઢાણા ગામના સુમરીબેન કારાવદરાને સરકારની આરોગ્ય સેવા ફળી.


પોરબંદર, 3 ઓગસ્ટ (હિ.સ.) : સરકાર દ્વારા રાજ્યના તમામ નાગરીકો ઉત્તમ અને નિ:શુલ્ક સારવાર મેળવી શકે તે માટે આરોગ્યલક્ષી યોજનાઓ અમલી બનાવવામાં આવી છે, જેનો અનેક નાગરીકો લાભ મેળવી રહ્યા છે. આર્થીક પરીસ્થિતીના લીધે કોઈ પણ નાગરીકનો જીવ જોખમાય નહી તે બાબતની ચીંતા કરીને સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલમાં મુકવામાં આવી છે જેના થકી દરેક આયુષ્માનકાર્ડ ધારકને વાર્ષીક રૂ. 10 લાખ સુધીની નિ:શુલ્ક સારવાર મળી રહી છે.પોરબંદર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાના જરૂરીયાતમંદ નાગરીકો સરકારની યોજનાનો લાભ લઈ શકે તે માટેના નિરંતર પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પોરબંદર જિલ્લાના સોઢાણા ગામના 74 વર્ષીય સુમરીબેન કારાવદરાને લાંબા સમયથી પગમાં દુખાવાની તકલીફ અનુભવાતી હતી, પ્રાથમીક તપાસ બાદ પગની નળી બ્લોક હોવાનુ જાણવા મળ્યુ જેના ઓપરેશનનો ખર્ચ આશરે 3 લાખથી પણ વધુનો થતો હતો. પરંતુ, અણધારી આવેલ આ આર્થીક સમસ્યામાં જાણે પુરેપુરી જીવન મુડી હોમાય તેવી પરીસ્થિતી નિર્માણ પામી હતી. ત્યારે સરકારની આયુષ્માન ભારત યોજના થકી નિ:શુલ્ક સારવાર મેળવી સુમરીબેન સ્વસ્થ બન્યા છે આ બદલ તેમના પુત્ર નરબતભાઈ કારાવદરાએ જિલ્લા આરોગ્ય તંત્ર અને રાજ્ય સરકારનો વિશેષ આભાર માન્યો છે અને સરકારની આયુષ્માન ભારત યોજના થકી સારવાર અર્થે મળેલ આર્થીક મદદ બદલ સંતોષના લાગણી વ્યક્ત કરી છે.

પોરબંદર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા 70 વર્ષ કે તેથી વધુ વયના વડીલ નાગરિકોને 'આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના' હેઠળ વિનામૂલ્યે આરોગ્ય સુવિધાઓ મળી રહે તે હેતુથી વયોવૃદ્ધ આયુષ્માન યોજના અંતર્ગત ઘરે જઈને આયુષ્માન કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે.આ યોજના અંતર્ગત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જઈને આરોગ્ય કેન્દ્ર સુધી ન પહોંચી શકતા વયોવૃદ્ધ નાગરિકોના ઘર પર જ તેમનું આયુષ્માન કાર્ડ તૈયાર કરી આપવામાં આવી રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande