કચ્છમાં વહેલી તકે શિક્ષકોની ઘટ નહીં પૂરાય તો મોટા નેતાના કાર્યક્રમમાં કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરશે
ભુજ – કચ્છ, 3 ઓગસ્ટ (હિ.સ.) : વહેલી તકે શિક્ષકોની ઘટ નહીં પૂરાય તો જિલ્લામાં સત્તાપક્ષના મોટા નેતાના કાર્યક્રમમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાશે એમ કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા જણાવાયું છે. બે દિવસ પહેલાં જિલ્લા પંચાયતમાં હોબાળો કરાયો હતો કચ્
કોંગ્રેસના નેતા વી. કે. હુંબલે કચ્છમાં શિક્ષકોની ઘટના મામલે કર્યો આક્રોશ


ભુજ – કચ્છ, 3 ઓગસ્ટ (હિ.સ.) : વહેલી તકે શિક્ષકોની ઘટ નહીં પૂરાય તો જિલ્લામાં સત્તાપક્ષના મોટા નેતાના કાર્યક્રમમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાશે એમ કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા જણાવાયું છે.

બે દિવસ પહેલાં જિલ્લા પંચાયતમાં હોબાળો કરાયો હતો

કચ્છમાં શિક્ષકોની ઘટ થકી બાળકોના ભવિષ્ય સાથે થતાં ચેડાંના મુદ્દે કોંગ્રેસે લડી લેવાનું મન બનાવી લીધાનું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલે જણાવ્યું હતું. તેમજ ભૂલકાંઓનાં ભવિષ્ય માટે આગામી દિવસોમાં આંદોલનાત્મક કાર્યક્રમો અપાશે તેવું જણાવ્યું હતું. બે દિવસ પૂર્વે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં કોંગ્રેસ બાળકોના શિક્ષણની ચિંતાને લઇ શિક્ષકોની ઘટનો પ્રશ્ન લઇને ગઇ હતી, પરંતુ પ્રમુખ અને સભ્યો દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવ્યા, જેથી વાતાવરણ ઉગ્ર બન્યું અને ત્યારબાદ સત્તાધીશો દ્વારા કોંગ્રેસના કાર્યકરોને ડરાવવા માટે ખોટા પોલીસ કેસ કરાયાનું હુંબલે કહ્યું હતું.

અંગ્રેજોથી નથી ડર્યા તો ભાજપથી શું ડરીશું….?

કોંગ્રસ પક્ષ અંગ્રેજોથી પણ નથી ડર્યો તો તમારાથી (ભાજપથી) શું ડરીશું તેમ કહીને વી. કે. હુંબલે આક્ષેપ કર્યો હતો કે, સત્તાપક્ષની જવાબદારી હોવા છતાં તમામ ક્ષેત્રે નિષ્ફળ ગયો છે. સત્તાધીશોએ કોંગ્રેસના સભ્યોની રજૂઆત શાંતિથી સાંભળી કચ્છનાં હિતમાં શું થઇ શકે તેની ચર્ચા કરવાની જરૂરિયાત હતી તેના બદલે કોંગ્રેસના કાર્યકરો ઉપર પોલીસ ફરિયાદ નોંધાવી છે જે ભાજપની માનસિકતા બતાવે છે.

384 પૈકી 155 શાળા જર્જરિત

કચ્છમાં શિક્ષકોની ઘટ પૂરાય તે માટે રજૂઆત કરવા, આંદોલન કરવા દરેક સંસ્થા, રાજકીય પક્ષ, સત્તાપક્ષ ભાજપ સાથે પણ કોંગ્રેસ સાથે રહેશે. શિક્ષણ ક્ષેત્રે કચ્છનાં બાળકોનાં ભવિષ્ય માટે કોંગ્રેસ કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. જિલ્લા પંચાયતની સામાન્ય સભાની લેખિત પ્રશ્નોત્તરીમાં સત્તાધીશો તરફથી મળેલા જવાબો મુજબ ફરજિયાત બે શિક્ષકના નિયમ છતાં કચ્છની 384 શાળા માત્ર એક શિક્ષક પર નિર્ભર છે અને 155 શાળા જર્જરિત છે. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિએ ઠરાવ કર્યો છે કે, ભરતી ન થાય ત્યાં સુધી શિક્ષકોને છૂટા ન કરી શકાય જેનો જવાબ જરૂરી હોવા છતાં અપાયો નથી. હુંબલની સાથે રામદેવસિંહ જાડેજા, ગનીભાઇ કુંભાર, રફીક મારા, અંજલિ ગોર, વગેરે જોડાયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande