ફટાણા આયુર્વેદ દવાખાના દ્વારા આપાય છે ગામના લાકોને મેદસ્વિતા મુક્તિ અંગેનું માર્ગદર્શન.
પોરબંદર, 3 ઓગસ્ટ (હિ.સ.)વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની મન કી બાત કાર્યક્રમમાં મેદસ્વિતાથી મુક્તિ માટે દેશવાસીઓને કરેલા આહવાહને ઝીલીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અંતર્ગત રાજ્
ફટાણા આયુર્વેદ દવાખાના દ્વારા આપાય છે ગામના લાકોને મેદસ્વિતા મુક્તિ અંગેનું માર્ગદર્શન.


ફટાણા આયુર્વેદ દવાખાના દ્વારા આપાય છે ગામના લાકોને મેદસ્વિતા મુક્તિ અંગેનું માર્ગદર્શન.


પોરબંદર, 3 ઓગસ્ટ (હિ.સ.)વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની મન કી બાત કાર્યક્રમમાં મેદસ્વિતાથી મુક્તિ માટે દેશવાસીઓને કરેલા આહવાહને ઝીલીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અંતર્ગત રાજ્ય ભરમાં વિવિધ કાર્યકર્મો દ્વારા ગુજરાતને મેદસ્વિતા મુક્ત બનાવવાના અભિયાનનો આરંભ કર્યો છે.

રાજ્ય સરકારના સીધા માર્ગદર્શનમાં પોરબંદર જિલ્લામાં પણ મેદસ્વિતા મુક્તિ અંગેના જનજાગૃતિ અને માર્ગદર્શન કાર્યકર્મોનુ આયોજન કરવામાં આવી રહ્યા છે. પોરબંદર જિલ્લાના ફટાણા ગામે આયુર્વેદ આયુષમાન આરોગ્ય મંદિર દ્વારા પણ લોકોને સ્વસ્થ જિવન શૈલી અપનાવવા અને મેદસ્વિતાથી મુક્તિ મેળવવા અંગે નિશુલ્ક માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે. લોકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે આયુર્વેદ આયુષમાન આરોગ્ય મંદિર ફટાણાના મેડિકલ ઓફિસર શ્રી જયમલ ઓડેદરા દ્વારા મેદસ્વિતા અંગે માર્ગદર્શીક પણ જાહેર કરવામાં આવી છે.

આયુર્વેદ આયુષમાન આરોગ્ય મંદિર, ફટાણાના મેડિકલ ઓફિસર જયમલ ઓડેદરા દ્વારા મેદસ્વિતા અંગે માર્ગદર્શન આપતા જણાવાયુ હતુ કે, મેદસ્વિતા એટલે શરીરમાં જરૂર કરતાં વધારે ચરબી જમા થવી. આ માત્ર દેખાવની બાબત નથી, પરંતુ તે અનેક ગંભીર રોગોનું મૂળ કારણ બની શકે છે. આજના સમયમાં મેદસ્વિતા એક વૈશ્વિક સમસ્યા બની ગઈ છે, જે બાળકોથી લઈને વડીલો સુધી દરેક વયજૂથના લોકોને અસર કરી રહી છે.

• મેદસ્વિતા પાછળ જવાબદાર કારણો

ડો. જયમલ ઓડેદરા દ્વારા મેદસ્વિતા અંગેના કારણો જણાવતા કહ્યુ હતુ કે, મેદસ્વિતા પાછળ ઘણાં કારણો જવાબદાર હોઈ શકે છે, જેમાં ખોટી જીવનશૈલી, બેઠાડુ જીવન, શારીરિક પ્રવૃત્તિનો અભાવ અને જંક ફૂડ કે વધુ કેલરીવાળો ખોરાક લેવો મેદસ્વિતાનું મુખ્ય કારણ છે. જે અંતર્ગત આહારની ટેવોમાં જરૂરીયાત કરતા વધુ ખાવું, વારંવાર ગળ્યું કે તળેલું ખાવું, અને ફળો તથા શાકભાજીનો ઓછો સમાવેશ કરવોએ વધુ વજન માટે જવાબદાર છે. આનુવંશિક કારણોમાં કેટલાક લોકોમાં આનુવંશિક રીતે મેદસ્વિતાનું જોખમ વધારે હોઈ શકે છે., હોર્મોનલ સમસ્યાઓ તરીકે થાઇરોઇડ જેવી કેટલીક હોર્મોનલ સમસ્યાઓના કારણે પણ વજન વધી શકે છે. અને માનસિક અને ચિંતાના કારણે ઘણા લોકો વધુ ખાવાનું શરૂ કરી દે છે, જે મેદસ્વિતા તરફ દોરી જાય છે તેમજ કેટલીક દવાઓની આડઅસર તરીકે પણ વજન વધી શકે છે.

• મેદસ્વિતાના ગંભિર પરીણામો

વધુમાં ડો. જયમલ ઓડેદરાએ મેદસ્વિતાના ગંભીર પરિણામો વિશે વાત કરતા જણાવ્યુ હતુ કે મેદસ્વિતા શરીર માટે અનેક રીતે નુકસાનકારક છે. તેના કેટલાક ગંભીર પરિણામોમાં, હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સનું સ્તર વધારે છે, જે હૃદય રોગનું જોખમ વધારે છે. મેદસ્વિતા ઇન્સ્યુલિન પ્રતિકાર વધારે છે, જેના કારણે ટાઇપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે, વધારે વજનના કારણે સાંધાઓ પર દબાણ આવે છે, જેનાથી ઘૂંટણ અને કમરના દુખાવાની સમસ્યા થઈ શકે છે, સંશોધનો દર્શાવે છે કે મેદસ્વિતા કેટલાક પ્રકારના કેન્સરનું જોખમ પણ વધારી શકે છે, ઊંઘ દરમિયાન શ્વાસ થોડીવાર માટે અટકી જાવો જે મેદસ્વી લોકોમાં સામાન્ય છે. મેદસ્વિતાના કારણે આત્મવિશ્વાસ ઘટી શકે છે અને ડિપ્રેશન જેવી માનસિક સમસ્યાઓ પણ થઈ શકે છે.

• મેદસ્વિતા નિવાવરાના ઉપાયો

મેદસ્વિતાથી બચવાના ઉપાયો વિશે વાત કરતા ડો. જયમલ ઓડેદરા જણાવે છે કે, મેદસ્વિતાને નિયંત્રિત કરવા અને તેનાથી બચવા માટે જીવનશૈલીમાં ફેરફાર કરવો ખૂબ જ જરૂરી છે. ખાસ તો સંતુલિત આહાર લેવો જોઈએ જેમાં ફળો, શાકભાજી, આખા અનાજ અને પ્રોટીનથી ભરપૂર ખોરાક લો. જંક ફૂડ, તળેલું અને ગળ્યું ખાવાનું ટાળવુ જોઈએ. નિયમિત કસરત, પૂરતી ઊંઘ, તણાવનું વ્યવસ્થાપન કરવા માટે યોગા, ધ્યાન અથવા અન્ય તણાવ ઘટાડવાની તકનીકોનો ઉપયોગ કરવો જોઈએ. સમયસર ભોજન તેમજ ડૉક્ટરની યોગ્ય સલાહથી મેદસ્વિતા ઘટાડી સ્વસ્થ જીવન શૈલી અપનાવી શકાય છે.

આયુર્વેદીક દવાખાના ઉટાણઆ દ્વારા આસપાસના ગામની શાળાઓમાં જઈને પણ મેદસ્વિતા મુક્તિ અંગે માર્ગદર્શન આપવામાં આવે છે તેમજ હોસ્પિટલ ખાતે યોગ્ય માર્ગદર્શન, ડાઈટ પ્લાન, હેલ્દી કસરતો અને ઔષધીઓ આપી જરૂરી ઉપચારનું માર્ગદર્શન આપવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande