પોરબંદર, 3 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર જિલ્લાના નાગરિકોના પ્રશ્નો અને ફરીયાદોના ત્વરીત નિકાલ માટે મુખ્યમંત્રી દ્રારા નુતન અભિગમ સાથે દર માસના ચોથા ગુરુવારે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. પોરબંદર જિલ્લા સ્વાગત કાર્યક્રમ-દર માસના ચોથા ગુરુવારે જિલ્લા કક્ષાએ યોજવામાં આવે છે. જે આગામી-સ્વાગત કાર્યક્રમ ઓગષ્ટ-2025 માસના ચોથા ગુરૂવારે તા.28/08/2025 ના રોજ 11.00 કલાકે ફરીયાદ નિવારણ -સ્વાગત કાર્યક્રમ પોરબંદર જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાનાર છે. જેમાં પોરબંદરના નાગરિકોને પોતાના કોઈ પણ ખાતા કે વિભાગને લગતા કોઈપણ પ્રશ્નો કે ફરીયાદ જેવી કે, લાંબા સમયથી આખરી નિકાલ આવતો ન હોય તેવા અનિર્ણિત પડતર પ્રશ્નો મોકલવા, અગાઉ સંબંધિત ખાતામાં કરેલ રજુઆતનો આધાર રજૂ કરવો તથા તેમના તરફથી આપવામાં આવેલ જવાબ/પ્રત્યુત૨ની નકલ જોડવી,અગાઉ રજૂ કરેલ પ્રશ્ન બીજીવખત રજૂ ક૨વામાં આવે તો પ્રશ્ન ક્રમાંક તથા માસનું નામ અવશ્ય લખવું, પ્રશ્ન કે અરજીમાં પ્રશ્નકર્તાનું પુરૂ નામ પુરેપુરૂં સ૨નામું. ફોન નંબર ફરજીયાત લખવો તથા પ્રશ્ન કે અરજીમાં અરજદા૨ની સહી કરવી.
સહી વગરની અરજી ધ્યાને લેવામાં આવશે નહીં.,અરજદાર ઘ્વારા રજૂ થતી અરજી પોતાના પ્રશ્નની જ. સ્પષ્ટ અને મુદાસર સમજી શકાય તેવા આઘારા પુરાવા સાથે હોવા જરૂરી છે. અલગ-અલગ વિષય દર્શાવતા પ્રશ્નો અલગ-અલગ અરજીમાં મોકલવાના રહેશે.આ કાર્યક્રમમાં અરજદાર પોતાના પ્રશ્નની જાતે આધાર પુરાવા સાથે રજૂઆત કરી શકશે અને સરકારી કર્મચારીના નોકરીને લગતા પ્રશ્નો અને કોર્ટમાં ચાલતા પ્રશ્નો રજૂ કરી શકશે નહી. તા.10/08/2025 સુધીમાં કલેકટર કચેરી. પોરબંદર ખાતે પ્રશ્નો મોકલવાનાં રહેશે.
સ્વાગત પોર્ટલ પર તારીખ 1 થી 10 તારીખમાં ઓનલાઈન અરજી મારફત પણ પ્રશ્નો મોકલી શકશે. આ કાર્યક્રમની વધુ વિગત માટે જિલ્લા સેવા સદન-1 કલેકટ૨ કચેરી. પોરબંદરનો સંપર્ક ક૨વા વિનંતી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya