પોરબંદર બોટ એસોસીએશનની વાર્ષિક સાધારણ સભા યોજાઈ
પોરબંદર, 3 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ સ્થાને પોરબંદર માછીમાર બોટ એસોસીએશનની “ વાર્ષિક સાધારણ સભા (જનરલ મીટીંગ)નું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં બોટ માલિકોના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચાઓ કરવામાં આવેલ હતી. આ વાર્ષિક સાધારણ સભામાં
પોરબંદર બોટ એસોસીએશનની વાર્ષિક સાધારણ સભા યોજાઈ.


પોરબંદર બોટ એસોસીએશનની વાર્ષિક સાધારણ સભા યોજાઈ.


પોરબંદર બોટ એસોસીએશનની વાર્ષિક સાધારણ સભા યોજાઈ.


પોરબંદર બોટ એસોસીએશનની વાર્ષિક સાધારણ સભા યોજાઈ.


પોરબંદર બોટ એસોસીએશનની વાર્ષિક સાધારણ સભા યોજાઈ.


પોરબંદર, 3 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ સ્થાને પોરબંદર માછીમાર બોટ એસોસીએશનની “ વાર્ષિક સાધારણ સભા (જનરલ મીટીંગ)નું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં બોટ માલિકોના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચાઓ કરવામાં આવેલ હતી. આ વાર્ષિક સાધારણ સભામાં પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશનના ગત વર્ષ 2024/25 નો વાર્ષિક અહેવાલ બોટ માલિકને રજુ કરવામાં આવેલ હતો તેમજ વર્ષ 2025/26નાં પ્રમુખ મુકેશભાઈ પાંજરી નું અભિવાદન કરવામાં આવેલ અને નવી કાર્યવાહક સમિતિની જાહેરાત કરવામાં આવેલ હતી.

આ વાર્ષિક સભામાં ઈન્ડીયન પોસ્ટ બેંકના મેનેજર અને સુપ્રિટેન્ડેન્ટ દ્વારા પોસ્ટ બેંકની વિમા યોજનાનો લાભલેવા જાણકારી આપેલ હતી તેમજ MPEDA (નેટફિશ)ના જીગ્નેશભાઈ દ્વારા અવરનેશ કરીને કાચબા છટકબારી તથા સ્કેવર કોડન બોટ માલિકો દ્વારા વાપરવામા આવે તેવો આગ્રહ કર્યો હતો તેમજ પોરબંદરના નેટ મેકર અલ્પેશભાઈ મોતીવરસ દ્વારા ચોરસ કણના કોડન યુસ કરવામાં માટે ડેમો કરેલ હતો. આ ઉપરાંત નિષ્ઠા ઈન્સુયરનશના ગીરીશભાઈ ખોરાવા દ્વારા બોટ માલિક, ખલાસીભાઈઓ માટે નવી વિમા પોલીસી અંગે જાણકારી આપેલ તેમજ સમાજ દ્વારા બોટ માલિકોને ગૃપ પોલીસી નો લાભઆપવા એક યોજના બનાવવાની જાણકારી આપેલ હતી અને ચિંતનભાઈ હોદાર દ્રારા માછીમારોએ આવનાર ભવિષ્ય માટે શુ કરવું તેમનાં માટે પ્રોત્સાહન કરેલ હતા. આ સભાની અંદર પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશન પ્રમુખ સ્થાનેથી સરકાર દ્વારા જે કામો થઈ ગયેલ છે તેની પ્રસંશા કરવામાં આવી હતી, જ્યારે પડતર રહી ગયેલા કામો વિષે પણ વિસ્તૃતમાં જણાવેલ હતુ કે, આગામી ટુંકા દિવસોમાં પડતર રહેલ કામો પણ સરકાર દ્વારા પૂર્ણ થાય તેવા પ્રયત્નો અગાઉ પણ બોટ એસો દ્વારા કરવામાં આવેલ જે હવે પુર્ણતાના આરે છે તેવુ માચ્છીમારોને આશ્વાસન પાઠવેલ હતું. અને માછીમારોનાં ઓનલાઈન કામો સંસ્થા દ્વારા કરવામાં આવે છે તમામ પ્રકારની સહાય યોજનાની વધુ જાણકારી માટે બોટ માલિક સંસ્થાએ આવીને લઈ શકે છે. વાણોટ પવનભાઈ શિયાળ દ્વારા બોટ એસોસીએશન તરફથી ગત વર્ષમાં થયેલ કામોની પ્રસંશા કરવામાં આવી હતી અને નવી કમિટિને અભિનંદન આપેલ હતા તેમજ ખારવા સમાજ દ્વારા ખલાસી મૃત્યુ સહાય યોજના ચાલુ છે તેમા બોટ માલિકને પણ લાભ આપવામાં આવશે તેવી જાહેરાત કરેલ અને તેમનો હિસાબ જાહેર કરેલ હતો અને આવનાર દિવસોમાં સમાજનો વિકાસ થાય તે માટે સાથે મળીને કામ કરશુ તો દરેકમાં આપણને સફળતા મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરેલ હતો. આ મીટીંગમાં પોરબંદર સમસ્ત ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળ, ઉપપ્રમુખ અશ્વિનભાઈ જુગી, તેમજ પંચ પટેલો, ટ્રસ્ટીઓ, પોરબંદર માછીમાર બોટ એસોસીએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરી, ઉપપ્રમુખ ધર્મેશભાઈ ગોહેલ તેમજ કમિટિ સભ્યો, પીલાણા એસોસીએશનના પ્રમુખ નિલેષભાઈ વાંદરીયા તેમજ કમિટિ સભ્યો, સુભાષનગર વણાંકબારા ખારવા જ્ઞાતિનાં પટેલ વેલજીભાઈ રાઠોડ તેમજ આગેવાનો, ખારવા સમાજના પુર્વ વાણોટ સુનિલભાઈ ગોહેલ, માચ્છીમાર બોટ એસોસીએશન પુર્વ પ્રમુખ નરશીભાઈ જુગી, સપ્લાયર્સ એસોસીએશનના પ્રમુખ હર્ષિતભાઈ શિયાળ સહીતના મહાનુભાવો અને ખુબ જ મોટી સંખ્યામાં બોટ માલિકો ઉપસ્થિત રહ્યાં હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande