નવાપરા પ્રાથમીક શાળાના સ્થાપના દિનની ઉજવણી કરાઈ
પોરબંદર, 3 ઓગસ્ટ (હિ.સ.) : દરેક વિદ્યાર્થી માટે શાળા એ એનું બીજું ઘર હોય છે. તે સૌથી વધુ સમય શાળામાં અભ્યાસ કરતા વિતાવે છે. તો આવી જ વિદ્યાર્થીઓના કલરવથી ધમધમતી શાળા એટલે પી.એમ. નવાપરા પ્રાથમિક શાળાનો સ્થાપના દિવસ ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવ્યો હતો. જ
નવાપરા પ્રાથમીક શાળાના સ્થાપના દિનની ઉજવણી કરાઈ.


નવાપરા પ્રાથમીક શાળાના સ્થાપના દિનની ઉજવણી કરાઈ.


નવાપરા પ્રાથમીક શાળાના સ્થાપના દિનની ઉજવણી કરાઈ.


નવાપરા પ્રાથમીક શાળાના સ્થાપના દિનની ઉજવણી કરાઈ.


નવાપરા પ્રાથમીક શાળાના સ્થાપના દિનની ઉજવણી કરાઈ.


પોરબંદર, 3 ઓગસ્ટ (હિ.સ.) : દરેક વિદ્યાર્થી માટે શાળા એ એનું બીજું ઘર હોય છે. તે સૌથી વધુ સમય શાળામાં અભ્યાસ કરતા વિતાવે છે. તો આવી જ વિદ્યાર્થીઓના કલરવથી ધમધમતી શાળા એટલે પી.એમ. નવાપરા પ્રાથમિક શાળાનો સ્થાપના દિવસ ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવ્યો હતો. જેમાં બાળકો દ્રારા સુંદર મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાથે સાથે સંગીતનાં સથવારે બાળકોએ સુંદર ગીત ભજન ગઝલ રજુ કરી હતી.કાર્યક્રમની શરૂઆતમાં શાળામાં વિનામૂલ્યે બ્લડ ગ્રૂપિંગ કેમ્પનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું જેમાં શ્રીરામ બ્લડ બેંકના ઓનર જયપાલસિંહ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સમગ્ર શાળાનાં બાળકોને વિનામૂલ્યે બ્લડ ગ્રુપિગ કરી આપશે એવી ખાતરી આપી હતી. આ તકે શાળાના આચાર્ય હીરલબેન દાસાએ જયપાલસિંહનું પુસ્તક દ્વારા સ્વાગત કર્યું હતું.

ત્યારબાદ બધાં જ બાળકો ખાઈ શકે એવડી કેક મંગાવી હતી અને બાલવાટિકાના વિદ્યાર્થીઓ દ્વારા કેક કટીંગ કરવામાં આવી હતી. ત્યારબાદ એક ભારત શ્રેષ્ઠ ભારત અંતગર્ત સુંદર નાટિકા રજુ કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના શિક્ષકા બહેનોએ ટ્રેડીશનલ પહેરવેશ દ્રારા સુંદર રાસ રજુ કર્યો હતો અને સમૂહમાં કેવી રીતે પ્રસ્તુતિ કરવી જેની સમજ આપી હતી. ત્યારબાદ બધાં સાથે મળીને રાસ ગરબા રમ્યા હતા. આ કાર્યક્રમમાં સી.આર.સી કો-ઓર્ડિનેટર આશાબેન રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા એની બધાને પ્રોત્સાહન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બધાં જ શાળા પરિવારના સભ્યો અને શાળાનાં આચાર્ય હિરલબેન દાસાએ જહેમત ઉઠાવી. આનંદદાયી દિવસ બનાવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande