પાટણ, 3 ઓગસ્ટ (હિ.સ.)મહેસાણા અર્બન કો. ઓપરેટિવ બેન્કના 8 ડિરેક્ટરોની ચૂંટણી માટે આજે 1,07,762 સભાસદો 150 મતદાન મથક પર મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આ ચૂંટણીમાં વિકાસ અને વિશ્વાસ પેનલ વચ્ચે કાંટાની ટક્કર છે, જ્યાં કુલ 26 ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીયો મુકાબલો છે. મતદાનની પ્રક્રિયા સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી મહેસાણા, પાટણ, અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીધામ, રાજકોટ, ગાંધીનગર અને મુંબઈની શાખાઓમાં ચાલી રહી છે.
પાટણ શહેર માટે વી.કે. ભૂલ હાઈસ્કૂલ ખાતે દસ બુથ મૂકાયા છે, જ્યાં આશરે 7,800 મતદારો પોતાનો મત આપતા જોવા મળ્યા. મતદાન મથક પર મતદારોની લાંબી લાઈનો જોવા મળતી હતી, જેમાં પ્રજાસત્તાક પ્રત્યેનો ઉત્સાહ સ્પષ્ટ જોવા મળ્યો.
રાજકીય સ્તરે સમાધાન નહીં થતાં ચૂંટણી યોજવાનું નક્કી થયું છે. 4 ઓગસ્ટે મતગણતરી યોજાશે અને 8 ઓગસ્ટે બપોરે 2 વાગે મહેસાણા જીઆઈડીસી, મોઢેરા રોડ ખાતે આવેલા કોમ્યુનિટી હોલમાં વર્ષ 2024-2029 માટે ડિરેક્ટર્સની વરણી થશે. વિશ્વાસ પેનલ તરફથી ડી.એમ. પટેલ, કિરીટભાઈ પટેલ (એપોલો) સહિત 8 ઉમેદવાર છે, જયારે વિકાસ પેનલ તરફથી કાર્તિક પટેલ (વિમલ ગ્રુપ) સહિત 8 ઉમેદવારો ચૂંટણીમાં છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર