પશ્ચિમ કચ્છ પોલીસમાં બદલીનો દૌર: બિનહથિયારી પીઆઇ, પીએસઆઇના મથકોની જવાબદારીમાં ફેરફાર
ભુજ – કચ્છ, 3 ઓગસ્ટ (હિ.સ.) પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ પ્રશાસનમાં પોલીસવડાએ આંતરિક બદલીના આદેશ જારી કર્યા છે. પોલીસ અધીક્ષક વિકાસ સુંડાએ બિનહથિયારી પીઆઈ અને પીએસઆઈના વહીવટી કારણોસર બદલી હુકમ કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મૂળ કચ્છના જ વતની એવા ઝેડ.
પશ્ચિમ કચ્છ પોલીસબેડાંમાં બદલીનો દૌર


ભુજ – કચ્છ, 3 ઓગસ્ટ (હિ.સ.) પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ પ્રશાસનમાં પોલીસવડાએ આંતરિક બદલીના આદેશ જારી કર્યા છે. પોલીસ અધીક્ષક વિકાસ સુંડાએ બિનહથિયારી પીઆઈ અને પીએસઆઈના વહીવટી કારણોસર બદલી હુકમ કર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મૂળ કચ્છના જ વતની એવા ઝેડ. એમ. મલેક તેની પોલીસ કારકિર્દીમાં બાર વર્ષ એલસીબી અને એ-ડિવિઝનમાં કામગીરી કરી હોવાથી તેમના આ પૃષ્ઠભૂમિ પરના બહોળા અનુભવનો બી-ડિવિઝનમાં પોલીસને લાભ મળશે.

ભુજ સહિતના સ્ટેશનોમાં બદલાવ-

પશ્ચિમ કચ્છના પોલીસ વડાએ કરેલી બદલીમાં ક્રાઈમ અગેઈન્સ વૂમનના પીઆઈ જે. બી. કુણિયાની નારાયણ સરોવર તથા તમામ પીએસઆઈ એવા એમ. એચ. પટેલની નારાયણ સરોવરથી ભુજ બી-ડિવિઝનમાં, લીવ રિઝર્વમાંના એન. બી. ચૌધરીની એ-ડિવિઝન, એચ. એચ. બ્રહ્મભટ્ટ અને ઝેડ. એમ. મલેકને બી-ડિવિઝનમાં, જ્યારે બી-ડિવિઝનના આર. એલ. ચૌધરીને એસ. ઓ. જી. શાખામાં અને લીવ રિઝર્વમાંના યુ. ડી. ગોહિલને માનકૂવા, એચ. ટી. મઠિયાને પદ્ધર, પી. એચ. રાજપૂતને માધાપર તથા જખૌ મરીનના વી. એમ. ડામોરને મુંદરા અને ગઢશીશાના એમ. કે. પરમારને માંડવી બદલાયા છે.

ગઢશીશા, કોઠારા સહિતના મથકોમાં બદલી-

ગઢશીશામાં આર. બી. ટાપરિયાને ત્યાં જ ઈન્ચાર્જ પી.આઈ., સિટી ટ્રાફિકમાં ટી. બી. રબારી, પ્રાગપરમાં વી. એન. ચાવડા, નિરોણામાં આઈ. આર. ગોહિલને, નરામાં બી. ડી. પરમારને, જ્યારે કોઠારામાં એન.ડી. જાડેજાને ઈન્ચાર્જ પીઆઈ તથા વાયોરમાં પણ કે.વી. ડાંગરને ઈન્ચાર્જ પી.આઈ. તરીકે તેમજ અરજી શાખામાં બી.એન. ડુંગરિયાને અને માનકૂવામાં પી. પી. ગોહિલને ઈન્ચાર્જ પીઆઈ તરીકે નિમણૂક અપાઈ છે, જે.આઈ.સી.ના પીઆઈ જે. ડી. દેસાઈને ક્રાઈમ અગેઈન્સ વૂમન-ભુજનો વધારાનો ચાર્જ સોંપાયો છે.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande