બરડા અભ્યારણ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાશે.
પોરબંદર, 3 ઓગસ્ટ (હિ.સ.)10 મી ઓગસ્ટને સમગ્ર વિશ્વમાં સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત વન વિભાગ દ્વારા વર્ષ 2016 થી વિશ્વ સિંહ દિવસની ઉજવણી મુખ્યત્વે સાસણ ગીર ખાતે કરવામાં આવે છે. પરંતુ 143 વર્ષ બાદ સિંહોનું કુદરતી રીતે બરડા અભયારણ્યમાં આગમન થત
બરડા અભ્યારણ ખાતે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાશે.

બરડા અભ્યારણ ખાતે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાશે.

બરડા અભ્યારણ ખાતે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાશે.

પોરબંદર, 3 ઓગસ્ટ (હિ.સ.)10 મી ઓગસ્ટને સમગ્ર વિશ્વમાં સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત વન વિભાગ દ્વારા વર્ષ 2016 થી વિશ્વ સિંહ દિવસની ઉજવણી મુખ્યત્વે સાસણ ગીર ખાતે કરવામાં આવે છે. પરંતુ 143 વર્ષ બાદ સિંહોનું કુદરતી રીતે બરડા અભયારણ્યમાં આગમન થતાં ગુજરાત સરકાર એશિયાઈ સિંહના સંરક્ષણ અને સંવર્ધન અર્થે અથાગ પ્રયત્નો કરી રહેલ છે જેના અનુસંઘાને બરડા અભયારણ્યમાં હાલ 17 જેટલા એશિયાઇ સિંહોનો કાયમી વસવાટ કરે છે.જેથી ચાલુ વર્ષમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીનું આયોજન બરડા અભયારણ્ય ખાતે કરવાનું નક્કી કરેલ છે. જેના ભાગરૂપે પોરબંદર વન વિભાગ હેઠળની ભાણવડ રેન્જનાં કાર્યક્ષેત્ર વિસ્તારમાં મુ.ટીંબડી તા.ભાણવડ જી.દેવભૂમિ દ્વારકા ખાતે આગામી તા.10/08/2025 નાં રોજ રાજ્યકક્ષાનાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનાર છે.

વઘુમાં બરડા અભયારણ્ય ખાતે ઓકટોબર- 2024 થી પ્રવાસીઓ માટે બરડા જંગલ સફારીનો શુભારંભ કરવામાં આવેલ છે. જેનાથી ભવિષ્યમાં બરડા અભયારણ્ય અને તેની આસપાસના વિસ્તારમાં ઇકો-ટુરિઝમને લગત પ્રવૃતિઓને વેગ મળશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande