અમરેલીમાં બી.એડ.ના વિદ્યાર્થીઓએ સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની લિધી મુલાકાત
અમરેલી , 30 ઓગસ્ટ (હિ.સ.): અમરેલી જિલ્લાના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન તથા બી.એડ. કોલેજના કુલ ૫૦ વિદ્યાર્થીઓએ શહેરમાં કાર્યરત સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને આધુનિક સુરક્ષા પ્રણાલી “સીસીટીવી નેત્રમ”ની ક
અમરેલીમાં બી.એડ.ના ૫૦ વિદ્યાર્થીઓએ સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લઈ આધુનિક દેખરેખ પ્રણાલી અને ટ્રાફિક વ્યવસ્થા અંગે મેળવ્યો અનુભવ


અમરેલી , 30 ઓગસ્ટ (હિ.સ.): અમરેલી જિલ્લાના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન તથા બી.એડ. કોલેજના કુલ ૫૦ વિદ્યાર્થીઓએ શહેરમાં કાર્યરત સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને આધુનિક સુરક્ષા પ્રણાલી “સીસીટીવી નેત્રમ”ની કામગીરી વિષે વિગતવાર સમજ આપવામાં આવી.

શહેરમાં જાહેર સુરક્ષા જાળવવા, ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે સેન્ટર કેવી રીતે કાર્યરત છે તેની હકીકત જાણી. સાથે જ વિદ્યાર્થીઓએ ટ્રાફિક નિયમોનું પાલન, વાહન વ્યવહારની દેખરેખ અને નિયમભંગ થાય ત્યારે ઇ-ચલણ પ્રક્રિયા કેવી રીતે અમલમાં આવે છે તે પણ સમજ્યું. આ તક દ્વારા વિદ્યાર્થીઓએ ટેકનોલોજી આધારિત સુરક્ષા વ્યવસ્થા અંગે પ્રાથમિક જ્ઞાન મેળવી આગળ શિક્ષક જીવનમાં તેનો પ્રયોગાત્મક ઉપયોગ કેવી રીતે કરી શકાય તેની દિશામાં માર્ગદર્શન મળ્યું. કમાન્ડ સેન્ટર અધિકારીઓએ વિદ્યાર્થીઓના પ્રશ્નોના ઉત્તર આપીને શહેરની સુરક્ષા અને ટ્રાફિક નિયંત્રણમાં આ વ્યવસ્થાનો ફાયદો સમજાવ્યો. આવી મુલાકાતો વિદ્યાર્થીઓમાં જાગૃતિ, શિસ્ત અને નાગરિક જવાબદારીના ભાવ વિકસાવવામાં મદદરૂપ થાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande