બીએસએફ - ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા આયોજિત બૂટ કેમ્પમાં કડી સર્વ વિવિના NSS સ્વયંસેવકોએ તાલીમ મેળવી
ગાંધીનગર, 30 ઓગસ્ટ (હિ.સ.): BSF અને ગુજરાત ટુરિઝમ વિભાગના સંયુક્ત ઉપક્રમે ત્રણ દિવસીય બૂટ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટ વલ્લભભાઈ એમ પટેલના માર્ગદર્શનમાં યુનીવર્સીટી પ્રો
સ્વયંસેવકોએ તાલીમ મેળવી


સ્વયંસેવકોએ તાલીમ મેળવી


સ્વયંસેવકોએ તાલીમ મેળવી


ગાંધીનગર, 30 ઓગસ્ટ (હિ.સ.): BSF અને ગુજરાત ટુરિઝમ વિભાગના સંયુક્ત ઉપક્રમે ત્રણ દિવસીય બૂટ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટ વલ્લભભાઈ એમ પટેલના માર્ગદર્શનમાં યુનીવર્સીટી પ્રોગ્રામ કોઓર્ડીનેટર ધર્મેન્દ્ર રાઠોડ દ્વારા સમગ્ર કેમ્પ બાબતે સંકલન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં યુનીવર્સીટીનાં બીબીએ, બીસીએ અને બી.કોમ કોર્સ ના ૨૦ સ્વયંસેવકો એ ભાગ લીધો હતો. આ કેમ્પ દરમ્યાન સ્વયંસેવકોને રાષ્ટ્રસેના, સરહદ સુરક્ષા, શારીરિક ક્ષમતા, ટેકનોલોજી અને જીવનરક્ષક કૌશલ્યો વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું. BSF ના સીનીયર અધિકારી શ્રી સુખવીર ધાંગર કમાન્ડન્ટ 137 Bn BSF દાંતીવાડા, ડેપ્યુટી કમાનડેંટ BSF 137 BN રાહુલ રાણા, ફીલીપ્સ જેકબ, કેમ્પમાં વિવિધ સત્ર દરમ્યાન ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કર્યા હતા તેમજ સબ ઇન્સ્પેક્ટર BSF મોહન સીંઘ તેમજ તેઓની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને ખુબ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરોક્ત કોલેજના આચાર્ય અનુક્રમે ડૉ.રમાકાંત પૃષ્ટિ, ડૉ.વિજ્ઞા ઓઝા અને ડૉ. નીર્મેશ પટેલ તેમજ કોલેજના NSS પ્રોગ્રામ ઓફિસરઓ અને યુનીવર્સીટી પ્રોગ્રામ કોઓર્ડીનેટર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

કેમ્પના પ્રથમ દિવસે સ્વયંસેવકોને વિવિધ હથિયારોનો તલસ્પર્શી પરિચય, તેનું સંચાલન, બેયોનેટ ફાઈટ માટે તાલીમ અને વેપન હેન્ડલિંગની સલામતી બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. ત્યારબાદ સ્વયંસેવકોને સુઈગામ સ્થિત પાકિસ્તાન સરહદ પર સ્થિત BSF પોસ્ટની મુલાકાત કરાવવામાં આવી, જ્યાં સરહદ સંચાલન, સરહદ પર BSF જવાનોની ફરજ અને તેમની દૈનિક પડકારજનક જવાબદારીઓ વિષે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

કેમ્પના બીજા દિવસે સ્વયંસેવકોને ટેકનોલોજી દ્વારા સરહદ સંચાલન બાબતે માહિતી આપવામાં આવી, જેમાં વ્યૂ પોઈન્ટ, મેપ રીડીંગ, અંતરની સમજણ અને કમ્પ્યુટર ટેકનોલોજી તેમજ વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ અંગે તાલીમ આપવામાં આવી. સાથે સાથે, યોગા, સખત વ્યાયામ, ઓબ્સ્ટકલ કોર્સ, રેડિયો અને વાયરલેસ કમ્યુનિકેશન, ટગ ઓફ વોર અને સર્વાઈવલ ટેકનિક્સનો પણ અભ્યાસ કરાવવામાં આવ્યો.

ત્રીજા દિવસે નડાબેટ સીમા દર્શન, રણ પ્રદેશમાં યોગાસત્ર, તથા BSF દ્વારા આયોજિત બીટ્રીટ પરેડનું અવલોકન કરવામાં આવ્યું હતું. સ્વયંસેવકોને BSF અને આર્મીના કાર્યો વચ્ચેના તફાવતો તથા BSFમાં કારકિર્દી બનાવવાની તકો વિશે વિગતવાર સમજ આપવામાં આવી. ઉપરાંત, CPR ટ્રેનિંગ, સ્નેક બાઈટ ફર્સ્ટ એડ અકસ્માત વખતે પ્રાથમિક સારવાર જેવા જીવનરક્ષક કૌશલ્યોની તાલીમ પણ આપવામાં આવી.

કેમ્પ દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં NSS સ્વયંસેવકો દ્વારા સુંદર રજૂઆતો કરવામાં આવી. તેમજ સ્વયંસેવકોને દાંતીવાડા ડેમ અને નડેશ્વરી માતાના મંદિરના દર્શન પણ કરાવવામાં આવ્યા. NSS સ્વયંસેવકોના અભિપ્રાય મુજબ, આ કેમ્પે તેમને રાષ્ટ્રરક્ષા, ટેકનોલોજી અને જીવન કૌશલ્યો અંગે મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું. અંતિમ સત્રમાં ફીડબેક સત્ર યોજાયું જેમાં વિદ્યાર્થીઓએ આવાં કેમ્પોનું આયોજન હજી વધુ પ્રમાણમાં થવું જોઈએ તેવી ઇચ્છા વ્યક્ત કરી.તેમજ સમગ્ર કેમ્પમાં મેળવેલ વિવિધલક્ષી માહિતી અને તાલીમ બાબતે સંપૂર્ણ સંતોષ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ પ્રમાણપત્ર વિતરણ સમારોહ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.

યુનીવર્સીટી સંલગ્ન બી.પી.કોલેજ ઓફ બિઝનેસ એડમીનીસ્ટ્રેશન, અશ્વિનભાઈ એ પટેલ કોમર્સ કોલેજ અને નરસિંહ ભાઈ પટેલ કોલેજ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ એન્ડ મેનેજમેન્ટ (કડી) ના સ્વયંસેવકો ઉપરોક્ત શિબિર માં જોડાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande