મનોહર મહેસાણા: આધુનિક નગરમાં છુપાયેલા અસ્મિતાનાં પદ્ચિન્હો શોધવાનો પ્રયાસ
મહેસાણા, 30 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણા આજે આધુનિક સુવિધાઓ, નવા માર્ગો, મોલ્સ અને ઔદ્યોગિક વિકાસ માટે ઓળખાય છે, પરંતુ આ ચકાચૌંધ વચ્ચે આ નગરની જૂની અસ્મિતા, પરંપરા અને ઐતિહાસિક પદ્ચિન્હો શોધવાનો પ્રયાસ કરવો પણ એટલો જ મહત્વનો છે. મનોહર મહેસાણાની ગલીઓમાં હજ
મનોહર મહેસાણા : આધુનિક નગરમાં છુપાયેલા અસ્મિતાનાં પદ્ચિન્હો શોધવાનો પ્રયાસ


મહેસાણા, 30 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણા આજે આધુનિક સુવિધાઓ, નવા માર્ગો, મોલ્સ અને ઔદ્યોગિક વિકાસ માટે ઓળખાય છે, પરંતુ આ ચકાચૌંધ વચ્ચે આ નગરની જૂની અસ્મિતા, પરંપરા અને ઐતિહાસિક પદ્ચિન્હો શોધવાનો પ્રયાસ કરવો પણ એટલો જ મહત્વનો છે. મનોહર મહેસાણાની ગલીઓમાં હજુ પણ એ સંસ્કૃતિના અછાંસ જોવા મળે છે, જે આ નગરને અનોખી ઓળખ આપે છે.

નગરના જુના દરવાજા, મંદિર, મસ્જિદો, બાવળીઓ અને પૌરાણિક સ્થાનો એ મહેસાણાની શાન છે. અહીંના હાટબજારોમાં ગ્રામ્ય સંસ્કૃતિનો રંગ છલકાય છે તો બીજી તરફ આધુનિક બજારમાં નવો ઉત્સાહ જોવા મળે છે. આ મિલન જ મહેસાણાને મનોહર બનાવે છે. મહેસાણાની અસ્મિતા માત્ર ઈતિહાસ કે સ્થાપત્ય સુધી મર્યાદિત નથી, પરંતુ અહીંના લોકોની જીવનશૈલી, ભાષા, તહેવારો અને લોકપરંપરાઓમાં પણ એ છુપાયેલી છે. આધુનિકતાની દોડમાં આ સંસ્કૃતિને જાળવવાનો પ્રયાસ, ભવિષ્યની પેઢીને પોતાની જડોથી જોડાયેલી રાખવામાં મદદરૂપ થશે.

આથી કહી શકાય કે મહેસાણા એ માત્ર ઉદ્યોગો અને આધુનિક નગર નથી, પરંતુ સંસ્કૃતિ અને પરંપરાના પદ્ચિન્હો ધરાવતું અખંડિત વારસો છે, જેને શોધવું અને સાચવવું આપણી સૌની જવાબદારી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande