મહેસાણા, 30 ઓગસ્ટ (હિ.સ.): વસઈ ખાતે કુકરવાડા નાગરિક બેંકના સહયોગથી તથા તાલુકા હેલ્થ કચેરી વિજાપુરના આયોજન હેઠળ અંબાજી પદયાત્રીઓ માટે વિશેષ મેડિકલ કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. વસઈ પોલીસ સ્ટેશન સામે યોજાયેલ આ કેમ્પનો પ્રારંભ મહેસાણા જિલ્લા કારોબારી સમિતિના ચેરમેન ભરતભાઈ પટેલ તથા કુકરવાડા નાગરિક બેંકના ચેરમેનના હસ્તે કરવામાં આવ્યો.
દર વર્ષે અંબાજી પદયાત્રામાં હજારો ભક્તો પગપાળા યાત્રા કરતા હોય છે, જેના કારણે આરોગ્ય સંબંધિત તકલીફો સામે તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવવા આ કેમ્પ મહત્વપૂર્ણ સાબિત થાય છે. કેમ્પમાં ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ દ્વારા યાત્રાળુઓની તપાસ, દવાઓનું વિતરણ તેમજ તાત્કાલિક સારવારની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.
આ પ્રસંગે સંબોધન કરતાં મહેમાનોએ જણાવ્યું કે પદયાત્રીઓની સેવા એ માનવતા સેવા છે અને આવા આરોગ્ય કેમ્પોથી યાત્રાળુઓને મોટો લાભ મળે છે. કુકરવાડા નાગરિક બેંકના સહયોગથી આયોજિત આ પહેલ સ્થાનિક સમાજ માટે પણ ગૌરવની બાબત ગણાઈ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR