મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય માટે, કોર્પોરેશન તંત્ર દ્વારા સઘન ઝુંબેશ : 6500 ઘરોમાં સર્વે
જામનગર, 30 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરમાં મનપાના આરોગ્ય તંત્ર દ્વારા મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય, અટકાવવાના ભાગરૂપે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેમાં સાપ્તાહિક ઘોરણે સરેરાશ 65,000 ઘરોની આરોગ્ય ટીમો દ્વારા મુલાકાત લઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.શહેરીજનોએ
રોગચાળો


જામનગર, 30 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરમાં મનપાના આરોગ્ય તંત્ર દ્વારા મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય, અટકાવવાના ભાગરૂપે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેમાં સાપ્તાહિક ઘોરણે સરેરાશ 65,000 ઘરોની આરોગ્ય ટીમો દ્વારા મુલાકાત લઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.શહેરીજનોએ પણ રોગના નિયંત્રણ માટે સહયોગ આપવા મનપા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

મનપાના આરોગ્ય ટીમો દ્વારા શહેરમાં મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત શહેરમાં સાપ્તાહિક ઘોરણે 65 હજાર જેટલા ઘરોની આરોગ્ય ટુકડીઓ દ્વારા મુલાકાત લેવામાં આવે છે જે સાથે સંબંધિત ઘરોમાં તાવના કેસોની તપાસ, પાણીના પાત્રોની ચકાસણી, મચ્છરોના પોરા જોવા મળે તો તેનો નાશ કરવા સાથે મચ્છરજન્ય રોગોની બચવા આરોગ્ય શિક્ષણ સહિત તમામ કામગીરી હાથ ધરવામાં આવી છે. જે સાથે કોઇ પોઝીટીવ કેસ નોંધાય ત્યારે ત્વરીત ઘોરણે ફીવર સર્વેલન્સ, એન્ટી લાર્વલ કામગીરી ફોગીગ સહિતની સઘન કામગીરી સાથે આરોગ્ય શિક્ષણ પણ પુરૂ પાડવામાં આવ્યુ હતુ.

આ સાથે મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે આરોગ્યલક્ષી કામગીરી સાથે શહેરીજનોએ પણ સહકાર આપવા માટે મનપા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande