જામનગર પોલીસે મિલકત સંબંધી ગુનાના, 147 આરોપીઓની તપાસ માટે વિશેષ ડ્રાઈવ યોજી
જામનગર, 30 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર જિલ્લાના નવનિયુક્ત એસપી ડૉ.રવિ મોહન સૈનીના નેતૃત્વમાં, મિલકત સંબંધી ગુનાઓ પર અંકુશ લાવવા વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત ગઈકાલે 147 શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરવામાં આવી હતી. પોલીસે લૂંટ, ધાડ, ઘરફોડ
જામનગર પોલીસ


જામનગર, 30 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર જિલ્લાના નવનિયુક્ત એસપી ડૉ.રવિ મોહન સૈનીના નેતૃત્વમાં, મિલકત સંબંધી ગુનાઓ પર અંકુશ લાવવા વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત ગઈકાલે 147 શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરવામાં આવી હતી.

પોલીસે લૂંટ, ધાડ, ઘરફોડચોરી, વાહન ચોરી અને ચેઈન સ્નેચિંગ જેવા ગુનાઓમાં સંડોવાયેલા શખ્સોની યાદી તૈયાર કરી હતી. આ કાર્યવાહીમાં એલસીબી, એસઓજી તેમજ શહેરના ત્રણેય પોલીસ ડિવિઝન સામેલ હતા.

લાલપુર અને જામનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના તમામ પોલીસ ડિવિઝનના અધિકારીઓ અને તેમની ટીમે આ અભિયાનમાં ભાગ લીધો હતો. પોલીસ વિભાગ દ્વારા આવા ગુનેગારો પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ અભિયાન સતત બીજા દિવસે પણ ચાલુ રાખવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande