મહેસાણા ધરોઈ ડેમ 83 ટકા ક્ષમતા સુધી ભરાયો, ઉપરવાસમાં સતત વરસાદથી પાણીની ભારે આવકથી ખેડૂતોમાં ખુશીની લહેર
મહેસાણા, 30 ઓગસ્ટ (હિ.સ.) મહેસાણા જિલ્લાના માટે જીવનરેખા સમાન ધરોઈ ડેમ હાલમાં 83 ટકા સુધી ભરાઈ ગયો છે. ઉપરવાસ વિસ્તારમાં સતત વરસતા વરસાદના કારણે ડેમમાં પાણીની ભારે આવક થઈ રહી છે. વરસાદી માહોલ અને ડેમમાં પાણીની સતત આવકને કારણે નર્મદા કેનાલ અને અન્ય સિ
મહેસાણા ધરોઈ ડેમ 83 ટકા ક્ષમતા સુધી ભરાયો, ઉપરવાસમાં સતત વરસાદથી પાણીની ભારે આવકથી ખેડૂતોમાં ખુશીની લહેર


મહેસાણા, 30 ઓગસ્ટ (હિ.સ.) મહેસાણા જિલ્લાના માટે જીવનરેખા સમાન ધરોઈ ડેમ હાલમાં 83 ટકા સુધી ભરાઈ ગયો છે. ઉપરવાસ વિસ્તારમાં સતત વરસતા વરસાદના કારણે ડેમમાં પાણીની ભારે આવક થઈ રહી છે. વરસાદી માહોલ અને ડેમમાં પાણીની સતત આવકને કારણે નર્મદા કેનાલ અને અન્ય સિંચાઈ સુવિધાઓ પર આધારિત ખેડૂતોમાં આનંદ અને આશાની લાગણી પ્રસરી છે.

ધરોઈ ડેમ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર સહિતના જિલ્લાઓ માટે સિંચાઈ અને પીવાના પાણીનું મુખ્ય સ્રોત ગણાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પૂરતા વરસાદના અભાવે ડેમના સ્તરમાં ઘટાડો થતા ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા હતા. પરંતુ આ વર્ષે સમયસર વરસાદ અને સતત પાણીની આવકને કારણે ડેમ સંતોષકારક સ્તરે પહોંચ્યો છે.

હાલ ડેમમાં પાણીની આવકને જોતા સત્તાવાળાઓએ જણાવ્યું છે કે, આગામી દિવસોમાં જરૂર પડે તો કેનાલોમાં પાણી છોડવાની પ્રક્રિયા હાથ ધરાશે. ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોનું કહેવું છે કે ધરોઈ ડેમ ભરાતા હવે આગામી રબી સીઝનમાં પાક માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે.

ડેમમાં પાણીની ભરાવટથી મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં ખેતી, પીવાના પાણી અને ઉદ્યોગ માટે મોટી રાહત મળી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ખુશીની લહેર દોડતી જોવા મળી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande