વડોદરા શહેર પોલીસે રાષ્ટ્રીય રમત દિવસની કરી ઉજવણી
વડોદરા, 30 ઓગસ્ટ (હિ.સ.): રાષ્ટ્રીય રમત દિવસ 2025 નિમિત્તે વડોદરા શહેર પોલીસે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. દર વર્ષે 29 ઓગસ્ટે હોકીના જાદુગર મેજર ધ્યાણચંદની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે શ
રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી કરવામાં આવી


વડોદરા, 30 ઓગસ્ટ (હિ.સ.): રાષ્ટ્રીય રમત દિવસ 2025 નિમિત્તે વડોદરા શહેર પોલીસે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. દર વર્ષે 29 ઓગસ્ટે હોકીના જાદુગર મેજર ધ્યાણચંદની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે શહેર પોલીસ વિભાગે રમત-ગમત પ્રત્યેનો ઉમળકો વધારવા અને યુવાનોમાં રમતની ભાવના જગાવવા માટે અનોખો પ્રયાસ કર્યો.

કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ, સ્ટાફ સભ્યો તેમજ શહેરના યુવકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. વિવિધ ક્રીડા સ્પર્ધાઓ જેવી કે દોડ, વોલીબોલ, ક્રિકેટ અને કબડ્ડીનું આયોજન કરવામાં આવ્યું. ખાસ કરીને મેરેથોન રનનું આયોજન શહેરના મધ્ય વિસ્તારમાં કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. રમતગમત દ્વારા શારીરિક તંદુરસ્તી, ટીમ સ્પિરિટ અને શિસ્ત જેવા મૂલ્યોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. પોલીસ કમિશનરે પોતાના સંબોધનમાં જણાવ્યું કે રમતગમત માનવીને માત્ર તંદુરસ્ત રાખતી નથી પરંતુ ટીમમાં કામ કરવાની ભાવના, ધૈર્ય અને શિસ્ત વિકસાવે છે. આજના સમયમાં યુવાનોને તંદુરસ્ત જીવનશૈલી તરફ પ્રોત્સાહિત કરવા માટે રમતગમતથી ઉત્તમ કોઈ વિકલ્પ નથી. તેમણે પોલીસ જવાનોને પણ પોતાના દૈનિક ફરજીઓ સાથે રમતને જીવનશૈલીનો ભાગ બનાવવા માટે પ્રેરણા આપી.

કાર્યક્રમ દરમિયાન વિજેતા ખેલાડીઓને પ્રમાણપત્રો અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા. સ્થાનિક નાગરિકોએ પણ આ પહેલને વધાવી હતી કારણ કે રમતગમતના માધ્યમથી પોલીસ અને જનતામાં મિત્રતાના સંબંધો વધુ મજબૂત બન્યા. આ રીતે વડોદરા શહેર પોલીસે રાષ્ટ્રીય રમત દિવસ 2025 ની ઉજવણીને માત્ર એક કાર્યક્રમ ન બનાવી તેને સામાજિક જાગૃતિનું માધ્યમ બનાવી સફળતા મેળવી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Nandrambhai Gondliya


 rajesh pande