જામનગર, 30 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર શહેરની સરકારી પોલીટેકનીક કોલેજમાં યોજાયેલા પ્લેસમેન્ટ કેમ્પમાં પાંચ કોલેજના 100 જેટલા વિઘાર્થીઓ હાજર રહ્યા હતા. જેમાં 10 ખાનગી કંપનીઓએ 30 જેટલા વિઘાર્થીઓને સ્થળ પરથી એપોઈન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યા હતા.
જામનગરની સરકારી પોલીટેકનીક કોલેજ ખાતે પ્લેસમેન્ટ કેમ્પનું શુક્રવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 80 થી 100 જેટલી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા. આ પ્લેસમેન્ટમાં કુલ પાંચ જેટલી કોલેજ જેમાં સરકારી પોલીટેકનીક જામનગર, ડી.કે.વી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ , વીએમ મહેતા આર્ટસ અને કોમર્સ કોલેજ, એ.કે દોશી મહિલા કોલેજ તેમજ એમ.પી શાહ મ્યુનિસિપલ કોમર્સ કોલેજ ના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
2025માં જે વિદ્યાર્થીઓની કોલેજ પૂર્ણ થઈ ગયેલ હોય તેઓના ફાઇનલ રીઝલ્ટ સાથે હાજર રહ્યા હતા. આ પ્લેસમેન્ટમાં 10 જેટલી કંપનીઓના અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં અંદાજે 25 થી 30 વિદ્યાર્થીઓનું સિલેક્શન એટલે કે પ્લેસમેન્ટ થયું છે.
--------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt