પોરબંદરમાં બે માસ પૂર્વે મૃત્યુ પામેલ યુવાનની હત્યા કરાઈ હોવાની ફરિયાદ નોંધાઈ.
પોરબંદર, 4 ઓગસ્ટ (હિ.સ.)આજ થી બે મહિના પહેલા પોરબંદરમાં રાકેશ વિઠલાણી નામના યુવાનનું મોત થયું હતું જે મામલે ગત તા. 3 જુલાઈના રોજ મૃતક રાકેશભાઈના ભાઈ હિરેન વિઠલાણીએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં પરેશ ઉર્ફે પરીયો ઉર્ફે લાંબો પરબતભાઈ ગરચર વિરુદ્ધ હત્યાની ફરિય
પોરબંદરમાં બે માસ પૂર્વે મૃત્યુ પામેલ યુવાનની હત્યા કરાઈ હોવાની ફરિયાદ નોંધાઈ.


પોરબંદર, 4 ઓગસ્ટ (હિ.સ.)આજ થી બે મહિના પહેલા પોરબંદરમાં રાકેશ વિઠલાણી નામના યુવાનનું મોત થયું હતું જે મામલે ગત તા. 3 જુલાઈના રોજ મૃતક રાકેશભાઈના ભાઈ હિરેન વિઠલાણીએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં પરેશ ઉર્ફે પરીયો ઉર્ફે લાંબો પરબતભાઈ ગરચર વિરુદ્ધ હત્યાની ફરિયાદ દાખલ કરાવી છે.મૃતક રાકેશ વિઠલાણીના નાનાભાઈ હિરેન વિઠ્ઠલાણીએ દાખલ કરાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત તા. 9 જૂનના રોજ તેઓ જયારે તેની દુકાને હાજર હતા ત્યારે બપોરે સવા ત્રણ વાગ્યાના અરસામાં તેઓને સંબંધીનો ફોન આવ્યો હતો અને રાકેશભાઈને હોસ્પિટલ દાખલ કરાયા હોવાની વાત કહી હતી. જેથી તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા.

જ્યાં તેઓને ઈમર્જન્સી વોર્ડમાં દાખલ કરાવ્યા હતા. ત્યાર બાદ સાંજે 6 વાગ્યા આસપાસ ડોક્ટરે રાકેશભાઈને મૃત જાહેર કર્યા હતા. જેથી મૃતક રાકેશભાઈનું પી.એમ જામનગર ખાતે કરાવવામાં આવ્યું હતું. આ બાબતે હિરેનભાઈએ જે રીક્ષા ચાલાક રાકેશભાઈને હોસ્પિટલ લઈ આવ્યો હતો તેને પૂછતાં રીક્ષા ચાલકે જણાવ્યુંહતુંકે, બપોરના ત્રણ વાગ્યા આસપાસ રાકેશભાઈ અને પરેશ ગરચર વચ્ચે કોઈ વાતે બોલાચાલી થઈ હતી. જેથી પરેશ ગરચરે બારી બનાવવાના લાકડાના કટકાથી રાકેશ વિઠલાણીને પેટના ભાગે માર માર્યો હતો. આ બાબતે હિરેનભાઈએ તેને ભાઈપ્રિતેશ જે ભારતીય વિદ્યાલય પાસે રહે છે તેના પાડોશી સંજયભાઈ લોઢારીના ઘરે લગાવેલા સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ ચેક કરતા તેમાં પરેશ લાકડાનો કટકો લઈ જતો હોવાનું નજરે ચડ્યું હતું તેમજ જામનગરથી આવેલા પી.એમ. રિપોર્ટમાં પણ પેટની અંદરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી રાકેશભાઈનું મોત નીપજ્યું હોવાનું લખેલું છે. જેથી આ મામલે હિરેનભાઈએ પરેશ ઉર્ફ પરીયો ઉર્ફ લાંબો પરબતભાઈ ગરચર વિરુદ્ધ કમલાબાગ પોલીસ મથકમાં બી.એન.એસ.ની કલમ 103(1)અને જી.પી. એક્ટ 135 મુજબ ફરિયાદ દાખલ કરાવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande