પાટણ નગરપાલિકાના નવા ચીફ ઓફિસર હિરલ ઠાકરનો મુલાકાત સમય જાહેર
પાટણ, 6 ઓગસ્ટ (હિ.સ.): પાટણ નગરપાલિકાના નવા ચીફ ઓફિસર હિરલ ઠાકરે નાગરિકોની સુવિધા અને વહીવટી કાર્યક્ષમતા જળવાઈ રહે તેવા હેતુથી નાગરિકો અને મુલાકાતીઓ માટે મુલાકાતનો નિર્ધારિત સમય જાહેર કર્યો છે. આ નિર્ણયથી નાગરિકોને તેમના કામ માટે ચોક્કસ સમય મળશે અને
પાટણ નગરપાલિકાના નવા ચીફ ઓફિસર હિરલ ઠાકરનો મુલાકાત સમય જાહેર


પાટણ, 6 ઓગસ્ટ (હિ.સ.): પાટણ નગરપાલિકાના નવા ચીફ ઓફિસર હિરલ ઠાકરે નાગરિકોની સુવિધા અને વહીવટી કાર્યક્ષમતા જળવાઈ રહે તેવા હેતુથી નાગરિકો અને મુલાકાતીઓ માટે મુલાકાતનો નિર્ધારિત સમય જાહેર કર્યો છે. આ નિર્ણયથી નાગરિકોને તેમના કામ માટે ચોક્કસ સમય મળશે અને વહીવટ પણ અસરકારક રીતે ચાલતી રહેશે.

ઓફિસ બહાર લગાવેલા બોર્ડ અનુસાર, ચીફ ઓફિસરને મળવાનો સમય મંગળવાર અને ગુરુવારના બપોરે 2:00 થી 5:00 કલાક સુધી રહેશે. આ સમય ફક્ત કામકાજના દિવસોમાં લાગુ પડશે, રજાના દિવસોમાં આ સુવિધા ઉપલબ્ધ નહીં હોય.

આ વ્યવસ્થાથી નાગરિકો યોગ્ય સમયે રજૂઆત કરી શકશે, તેમજ બિનજરૂરી અવરજવર અને સમયના વ્યયથી બચી શકશે. સાથે વહીવટી પ્રક્રિયાઓ વધુ સુવ્યવસ્થિત અને સુચેતિત રીતે આગળ વધશે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande