પોરબંદર, 4 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદરમાં મરીન ફીશના મેનેજરને ધાકધમકી આપી પાંચ લાખની ખંડણી વસુલ્યા બાદ વધુ એક કરોડની માંગણી કરનાર ચાર શખ્સો સામે ફરીયાદ નોંધાય છે. આ અંગે પોરબંદરના જાવર ગામે આવેલી ગદ્રે મરીન ફીશ મીલના મેનજેર અરવિંદ અનંત પેન્ડકારએ હાર્બર મરીનમા એવી ફરીયાદ નોંધાવી છે કે જાવર ગામે રહેતા મીરાજ ભાવેશ મેવાડા, ભાવેશ મુળુભાઈ મેવાડા, સ્નેહલ ભાવેશ મેવડા અને એક અજાણ્યા શખ્સે અલગ-અલગ સમયે ગદ્રે મરીન ફીશ મીલ અને તેમના ફેલેટ ગુન્હીત ઇરાદો પાર પાડવા ઘરમાં પ્રવેશ કરી તેમજ મીલીમના મજુરોને ભુંડી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી, અને મીલ ચલાવા માટે સાત માસ પૂર્વે રૂપીયા પાંચ લાખની ખંડણીની રકમ વસુલી હતી. સાત માસ બાદ વધુ એક કરોડની ખંડણી માંગી હતી અને કંપનીના મજુરોને ધમકાવતા 19 મજુરો ડરી અને નોકરી છોડી ચોલ્યા ગયા હતા અને ભાવેશ મુળુ મેવાડાએ નીતીન ભાતડેને સિલ્વર ફેકટરી પાસે રોકી અને ખંડણી નહિં આપતો ફીશ મીલને સળગાવી દેવાની ધમકી આપી હતી તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી આ બનાવ અંગે હાર્બર મરીન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya