ભાવનગર ના મહુવા તાલુકામાં આમ આદમી પાર્ટી ની બેઠક યોજાઈ
ભાવનગર 4 ઓગસ્ટ (હિ.સ.) આમ આદમી પાર્ટીના ગુજરાત જોડો અભિયાન અંતર્ગત આજે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખુટવાડા ખાતે જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ હાજરી આપી હતી અને પાર્ટીના કાર્ય માટે આપના સમર્થનનો ઉ
ભાવનગર ના મહુવા તાલુકા મા આમ આદમી પાર્ટી ની બેઠક યોજાઈ


ભાવનગર 4 ઓગસ્ટ (હિ.સ.) આમ આદમી પાર્ટીના ગુજરાત જોડો અભિયાન અંતર્ગત આજે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખુટવાડા ખાતે જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ હાજરી આપી હતી અને પાર્ટીના કાર્ય માટે આપના સમર્થનનો ઉત્સાહભેર સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

આ જનસભામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અને જિલ્લાકક્ષાના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. વડા નેતાએ પોતાના સંબોધનમાં ગુજરાતમાં સ્થાનિક સ્તરે થતા પ્રશ્નો, સામાન્ય જનતાની સમસ્યાઓ અને વર્તમાન શાસનથી નારાજગી જેવા મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક વાત કરી. તેમણે શિક્ષણ, આરોગ્ય, વીજળી, પાણી અને રોજગાર જેવી જીવનજરૂરી બાબતોમાં આમ આદમી પાર્ટીના મોડેલની સફળતા અંગે વિસ્તૃત માહિતી આપી અને ગુજરાતમાં પણ આ પરિવર્તન લાવવાની અપિલ કરી.

સભા દરમિયાન અનેક સ્થાનિકોએ પાર્ટીની કામની રાજનીતિ સાથે પ્રેરાઈ પાર્ટીનું સભ્યત્વ ગ્રહણ કર્યું. ખાસ કરીને યુવાન મતદારોમાં પાર્ટી પ્રત્યેનો વિશ્વાસ અને ઉત્સાહ જોવા મળ્યો, જે આગામી રાજકીય પરિવર્તનનો સંકેત આપે છે.

ગુજરાત જોડો અભિયાનનો ઉદ્દેશ ગુજરાતના દરેક નાગરિક સુધી આમ આદમી પાર્ટીના વિચારધારા અને વિકાસના મોડેલને પહોંચાડવાનો છે. મોટું ખુટવાડા જેવી ગ્રામ્ય વિસ્તારોથી મળતી પ્રતિસાદ પરથી સ્પષ્ટ થાય છે કે લોકો હવે ઈમાનદાર અને જનહિતની રાજકારણ તરફ આકર્ષાઈ રહ્યા છે.

આ કાર્યક્રમ અંતે પાર્ટી દ્વારા આગામી તબક્કાના કાર્યક્રમોની માહિતી પણ આપવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande