જામનગર, 4 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરમાં શ્રાવણ માસ દરમિયાન શહેરીજનોના આરોગ્યને હાનીકારક ખાદ્યપદાર્થ ન મળે અને બજારમાં ન વેચાઇ તે માટે થઇને મહાનગરપાલિકાની ફૂડ શાખા અને સરકારી તંત્ર દ્વારા ચેકીંગ હાથ ધરાયું હતું. ચેકીંગ દરમિયાન જુદા જુદા રેસ્ટોરન્ટ, ડેરીઓ, હોટેલોમાંથી કુલ 17 નમુનાઓ લેવામાં આવ્યા હતાં અને બે વિક્રેતાઓને રૂા.45 હજારની પેનલ્ટી ફટકારવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર ડી.એન.મોદીની સુચના અને માર્ગદર્શન હેઠળ, શહેર ના અલગ-અલગ વિસ્તારમાં આવેલ ફાસ્ટફૂડ, હોટલ-સ્ટોરન્ટ પર રૂબરૂ ઈન્સપેક્શન દરમિયાન સાફ સફાઈ અને સ્વછતા જાળવવી, હાઈજેનિક કંડીશન મેન્ટેન કરવા, સમયસર પેસ્ટકંટ્રોલ કરાવી લેવા, પેઢીમાં કામ કરતી કર્મચારીના ફીટનેશ સટીફિકેટ કરવા, ખાદ્ય પદાર્થ ઢાંકીને રાખવા, વાસી ખોરાક ન રાખવા, મેનુ તથા બોર્ડમાં વેજીટેરીયનનું ગ્રીન સિમ્બોલ લગાડવું જેવા 12 મુદ્દાનું પત્રક લગાડવું વગેરે બામતે સુચનાઓ આપવામાં આવેલ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT