અંબાજી
04 ઓગસ્ટ (હિ. સ) હાલમાં જે રીતે શ્રાવણ માસ ચાલી રહ્યો
છે તેને લઈ અનેક જુગારિયા જુગાર રમવા માટેનો તહેવાર સમજતા હોય તેમ પોતાની જગ્યા
મૂકી અન્ય સ્થળે પહોંચી મોટી માત્રામાં જુગાર રમવાની કામગીરી કરતા હોય છે ત્યારે
યાત્રાધામ અંબાજી ખાતે મહેસાણા થી આવેલા એક સંઘમાં 28 જેટલા લોકો અંબાજીની ગણેશ ભવન માં
ત્રીજા માળે, જુગાર રમતા હોવાની હકીકત અંબાજી પોલીસને મળતા પોલીસે તાકીદે વોચ ગોઠવી
ગણેશ ભવનના ત્રીજા માળે પહોંચી રેડ કરતા જુગાર રમતા 28 લોકોને ઝડપી પાડ્યા હતા
જોકે તેમાં
કેટલાક લોકો નાસી જવામાં પણ સફળ થયા હતા જોકે આ જુગારીયાઓ પાસેથી રૂપિયા રોકડ
રૂપિયા 4,61,620 રોકડા
મળી આવ્યા હતા તેમજ મોબાઇલ તેમજ અન્ય સામગ્રી સાથે કુલ રૂપિયા દસ લાખ 930
નો મુદ્દામાલ કબજે કર્યો હતો
અને આ જુગારના કામે 28 લોકોની ધરપકડ કરી હતી અંબાજી પોલીસે આ ગણેશ ભવનમાં રમાઇ રહેલા
જુગાર ઉપર રેડ કરાતા અન્ય લોકોમાં પણ ભારે ફાફડાટની લાગણી ફેલાઇ છે જોકે આ તમામ
જુગારીયાઓ
મહેસાણા જિલ્લાના હોવાનું જાણવા મળ્યું હતું કે, જેઓ પોતે પોતાનું વતન
મૂકી શક્તિપીઠ અંબાજીને બદનામ કરવાના ઇરાદે જાણે જુગાર રમવા અંબાજી આવ્યા હોય
તેવો ઘાટ જોવા મળ્યો હતો હાલ તબક્કે જે રીતે આ ઘટના ઘટી છે તેની સમગ્ર તપાસ અંબાજી
પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર બી ગોહિલ ચલાવી રહ્યા છે
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ