યાત્રાધામ અંબાજીમાં ફુટપાથ ઉપર, હંગામી પ્લોટો પાડી તેની હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી
અંબાજી 04 ઓગસ્ટ (હિ. સ) યાત્રાધામ અંબાજીમાં ભરાનાર ભાદરવી પુનમના મેળા દરમિયાન સ્થાનીક તેમજ બહારથી આવતા વેપારી ઓ મેળા દરમ્યાન ધંધો રોજગાર મેળવી શકે તે માટે તાલુકા પંચાયત તેમજ મંદિર ટ્રસ્ટના અધીક કલેકટર દ્વારાહાલમાં ફુટપા
Ambaji ma hangami plot ni haraji


Ambaji ma hangami plot ni haraji


અંબાજી

04 ઓગસ્ટ (હિ. સ) યાત્રાધામ અંબાજીમાં ભરાનાર ભાદરવી

પુનમના મેળા દરમિયાન સ્થાનીક તેમજ બહારથી આવતા વેપારી ઓ મેળા દરમ્યાન ધંધો રોજગાર

મેળવી શકે તે માટે તાલુકા પંચાયત તેમજ મંદિર ટ્રસ્ટના અધીક કલેકટર દ્વારાહાલમાં ફુટપાથ ઉપર હંગામી

પ્લોટો પાડી તેની હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જ્યાં લાખોની સંખ્યામાં

યાત્રિકો ઉમટી પાડવાના છે.

ત્યારે સ્થાનિક તેમજ બહારના વેપારીઓ આ મેળા માં વેપાર

ધંધો કરી રોજગારી મેળવી શકે તે માટે સરકારી જમીન ઉપર મેળા પૂરતીદુકાનો માટે હંગામી પ્લોટ બનાવી

હરાજી થી વિતરણ વ્યવસ્થા શરુ કરી છે અંબાજી વિસ્તારના 256

જેટલા વિવિધ માર્ગો ઉપર

પ્લોટીંગ કરવામાં આવ્યું છે. આ જાહેર હરાજી થકી વહીવટી તંત્રને 85 લાખ રૂપિયા ઉપરાંતની આવક મેળવશે.

જોકે આ વખતેજીલ્લા વહીવટી તંત્ર નહી પણ,

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ લેશે, ને જે મેળવેલી આ તમામરકમ અંબાજી આવતા યાત્રિકોની

સુખ સુવિધા માટે ખર્ચ કરવામાં આવશે. આજે શરુ થયેલી હરાજી કુલ 3

દિવસ ચાલસે. આજે આ હરાજી મોટી સંખ્યા માં

વેપારીઓ ઉપસ્થિત રહી પ્લોટીંગ લેવા માટેની હરાજીની બોલી લગાવી હતી જોકે આ હંગામી

પ્લોટ ધારકો એ મેળો પૂર્ણ થતા જગ્યા ખાલી કરવાની રહેશેતેમ જે.ડી રાવલ તાલુકા વિકાસ

અધિકારી દાંતા એ જણાવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande