માંડરડી ગામે વધુ એક સિંહણનો મૃતદેહ મળ્યો
-માંડરડી ગામે વધુ એક સિંહણનો મૃતદેહ મળ્યો, છેલ્લા ૪ દિવસમાં ૪ સિંહોના મોત અમરેલી, 4 ઓગસ્ટ (હિ.સ.) અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના માંડરડી ગામ નજીક શનિવારે વધુ એક સિંહણનો મૃતદેહ મળતાં વનવિભાગમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક અંદાજ મુજબ, આ સિંહણનું મોત કુ
માંડરડી ગામે વધુ એક સિંહણનો મૃતદેહ મળ્યો


-માંડરડી ગામે વધુ એક સિંહણનો મૃતદેહ મળ્યો, છેલ્લા ૪ દિવસમાં ૪ સિંહોના મોત

અમરેલી, 4 ઓગસ્ટ (હિ.સ.) અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના માંડરડી ગામ નજીક શનિવારે વધુ એક સિંહણનો મૃતદેહ મળતાં વનવિભાગમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક અંદાજ મુજબ, આ સિંહણનું મોત કુદરતી હોવાનું માનવામાં આવી રહ્યું છે, પરંતુ સચોટ કારણ જાણવા માટે વેટરનરી પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે.

મહત્વનું છે કે, છેલ્લા ૪ દિવસમાં જ રાજુલા-જાફરાબાદ પંથકમાં કુલ ચાર સિંહોના મૃત્યુ ની નોંધ થઈ છે. જાફરાબાદ તાલુકાના કાગવદર વિસ્તારમાં થોડા દિવસો અગાઉ ત્રણ સિંહબાળના મૃતદેહો મળ્યા હતા, ત્યારબાદ હવે ચોથી ઘટના રૂપે સિંહણનું મૃત્યુ નોંધાયું છે.

વનવિભાગ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને જરૂરી તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘટનાને ગંભીરતાથી લઈને રાજ્ય સ્તરે પણ વનવિભાગ સજાગ બન્યું છે અને સીધી મોનિટરિંગ શરૂ કરવામાં આવી છે. આવા સતત મોતના બનાવોનું ખરેખર નિરીક્ષણ અને કારણોની ઊંડાણપૂર્વક તપાસ જરૂરી બની છે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande