ભાવનગર, 4 ઓગસ્ટ (હિ.સ.) ભાવનગર ટર્મિનસ સ્ટેશન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં માનનીય રેલ, માહિતી અને પ્રસારણ તથા ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવ, માનનીય શ્રમ અને રોજગાર તથા યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તથા માનનીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયા ભાવનગર ટર્મિનસ – અયોધ્યા કૅન્ટ એક્સપ્રેસને લીલી ઝંડી આપી રહેલા દેખાઈ રહ્યા છે.
વિભિન્ન રાજ્યો વચ્ચે રેલ કનેક્શન મજબૂત બનાવવા અને યાત્રિકોની લાંબા સમયથી ચાલી રહેલી માંગને પૂર્ણ કરવા માટે, ભારતીય રેલ દ્વારા ત્રણ નવી ટ્રેન સેવાઓ – ટ્રેન નંબર 19201/19202 ભાવનગર ટર્મિનસ – અયોધ્યા કૅન્ટ (સાપ્તાહિક) એક્સપ્રેસ, ટ્રેન નંબર 20151/20152 પુણે (હડપસર) – રીવા (સાપ્તાહિક) સુપરફાસ્ટ એક્સપ્રેસ અને ટ્રેન નંબર 11701/11702 રાયપુર – જબલપુર (દૈનિક) એક્સપ્રેસ નો શુભારંભ કરવામાં આવ્યો.
આ ત્રણેય ટ્રેનોની ઉદ્ઘાટન સેવા તારીખ 03 ઑગસ્ટ, 2025 (રવિવાર) ના રોજ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ, છત્તીસગઢના મુખ્યમંત્રી શ્રી વિષ્ણુ દેવ સાય, માનનીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ, શ્રમ અને રોજગાર તથા યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રી મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તથા ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયા દ્વારા લીલી ઝંડી દેખાડીને રવાના કરવામાં આવી હતી. ભાવનગર – અયોધ્યા કૅન્ટ એક્સપ્રેસને ભાવનગર ટર્મિનસથી લીલી ઝંડી આપવામાં આવી, જ્યારે રીવા – પુણે અને જબલપુર – રાયપુર ટ્રેનોને વિડિઓ કોન્ફ્રેન્સીંગ ના માધ્યમ થી રવાના કરવામાં આવી.
માનનીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જનસભાને સંબોધિત કરતાં જણાવ્યું કે, છેલ્લા 11 વર્ષોમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભારતીય રેલમાં ઐતિહાસિક બદલાવ આવ્યો છે. 34,000 કિમીથી વધુ નવી રેલ લાઇનોનું નિર્માણ કરવામાં આવ્યું છે, અને દરરોજ આશરે 12 કિમી નવી લાઇન બીછાવવામાં આવી રહી છે. 1300થી વધુ સ્ટેશનોનો પુનર્વિકાસવ કરવામાં આવી રહ્યો છે. સાથેજ વંદે ભારત એક્સપ્રેસ, અમૃત ભારત એક્સપ્રેસ, નમો ભારત રેપીડ રેલ જેવી આધુનિક ટ્રેનો ચલાવવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં વંદે ભારત સ્લીપર ટ્રેન પણ શરૂ કરવામાં આવશે.
આ સિવાય, માનનીય રેલ મંત્રીએ એ પણ ઘોષાણા કરી કે, ટૂંક સમયમાં વાંસજાલિયા અને જેતલસર મારફતે પોરબંદરથી રાજકોટ વચ્ચે નવી ટ્રેન સેવા શરૂ કરવામાં આવશે, જેનાથી ક્ષેત્રમાં રેલ સંપર્ક વધુ સારો થશે. રાણાવાવમાં ₹135 કરોડની કીમતે એક નવી અત્યાધુનિક કોચ મેન્ટેનન્સ સુવિધા વિકસિત કરવામાં આવશે. સરાડિયા થી વાંસજાલિયા વચ્ચે નવી લાઇનને પણ મંજૂરી આપવામાં આવી છે, જે એક જૂની માંગ રહી છે. પોરબંદર શહેરમાં ભદ્રકાળી ગેટ પાસે લેવલ ક્રોસિંગ સં.૩ ની જગ્યાએ યાતાયાત સુગમતા હેતુ એક નવો ફ્લાયઓવર પણ બનાવવામા આવશે.
ભાવનગર મા પોર્ટ બનાવાનો છે, આ પોર્ટ માટે આધુનિક કન્ટેનર ટર્મિનલ બનાવવાનું કાર્ય પણ કરવામાં આવશે, જે ભાવનગર બંદરગાહ ને દેશ ના પ્રમુખ બંદરગાહો ની સાથે-અને આતરરાષ્ટ્રીય બંદરગાહો સાથે પણ જોડાશે,જેનાથી અખિલ ભારતીય કન્ટેનર કાર્ગો સંચાલન ને ગતિ મળશે.
તેમણે વધુમાં ઉમેર્યું કે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં અનેક રેલ પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી રહ્યાં છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજના પણ ઝડપથી આગળ વધી રહિ છે અને તેના શરૂ થતાં મુસાફરીનો સમય ફક્ત 2 કલાક 7 મિનિટ રહેશે.
માનનીય રેલ, માહિતી અને પ્રસારણ તથા ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવ શામપરા સ્થિત એ.પી.પી.એલ. કન્ટેનર્સ લિમીટેડની મુલાકાત લેતા દેખાઈ રહ્યા છે.
ત્યાર બાદ, માનનીય મંત્રી એ શામપરા સ્થિત એ.પી.પી.એલ. કન્ટેનર્સ લીમીટેડ મુલાકાત લીધી. આ સ્થાપના કન્ટેનર યુનિટ્સનો એક અગ્રણી ઉત્પાદક છે અને મેક ઇન ઇન્ડિયા પહેલનું ઉત્તમ ઉદાહરણ છે, જે ભારતની ઉત્પાદન ક્ષમતાઓને દર્શાવે છે અને દેશની આર્થિક પ્રગતિમાં યોગદાન આપી રહી છે.
ભાવનગર ના ઇસ્કોન ક્લબમાં આયોજિત ‘વિકસિત ભારત સંવાદ’ કાર્યક્રમમાં સંબોધન કરતાં માનનીય રેલ, માહિતી અને પ્રસારણ તથા ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવ દેખાઈ રહ્યા છે.
બાદમાં, માનનીય મંત્રી ઇસ્કોન ક્લબ, ભાવનગર મા આયોજિત “વિકસિત ભારત સંવાદ” મા શામેલ થયા. સભાને સંબોધતા તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ના દૂરદર્શી નેતૃત્વમાં ભારતની તીવ્ર આર્થિક ઉન્નતિ ને રેખાંકિત કર્યું. તેમને આત્મનિર્ભર ભારત પેહલની સફળતા નો ઉલ્લેખ કરતા કહ્યું કે જયારે કોવિડ પછી જયારે અનેક દેશોની અર્થવ્યવસ્થા સંકટ મા હતી,ભારતે નિવેશ આધારિત રણનીતિ અપનાવીને 6-7% ની વૃદ્ધિ દર ને જાળવી રાખ્યો.તેમને કહ્યું કે આજ ભારત વૈશ્વિક વિનિર્માણ કેન્દ્ર બની રહ્યું છે, પાછળ ના 11 વર્ષોમાં $150 બિલિયનનું કિંમત નું ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન થયું છે અને ભારત આજે વિશ્વનું બીજું સૌથી મોટું મોબાઇલ ઉત્પાદક દેશ બની ગયો છે. તેમણે સાણંદ અને ધોલેરા મા વિકસિત થઇ રહેલા સેમી કંડકટર ઇકો સીસ્ટમ નો ઉલ્લેખ કરતા કહ્યું કે ભાવનગર-ધોલેરા કનેક્ટીવીટી ની સંભાવનાઓ પણ શોધવામાં આવશે. મંત્રીએ સ્વદેશી સંકલ્પ , એમએસએમઈ ને સમર્થન,”મેક ઇન ઇન્ડિયા,મેક ફોર ધ વર્લ્ડ” ની પ્રતિ પ્રતિબધ્ધતા તથા જનસેવા ની ભાવના થી કરવામાં આવી રહેલા કાર્યોને રેખાંકિત કર્યા.
હમણાં શરૂ થયેલી ટ્રેનોની નિયમિત સેવાઓ નું વર્ણન આ મુજબ છે:
* ટ્રેન નં. 19201/19202 – ભાવનગર ટર્મિનસ – (સાપ્તાહિક) એક્સપ્રેસ:
ટ્રેન નં. 19201 ભાવનગર ટર્મિનસ – અયોધ્યા કૈન્ટ એક્સપ્રેસ તારીખ 11 ઑગસ્ટ, 2025થી દર સોમવારે 13:50 કલાકે ભાવનગર ટર્મિનસથી રવાના થશે અને બીજે દિવસે 18:30 કલાકે અયોધ્યા કૈન્ટ પહોંચશે.
તેમજ ટ્રેન નં. 19202 અયોધ્યા કૈન્ટ – ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ 12 ઑગસ્ટ, 2025થી દર મંગળવારે 22:30 કલાકે અયોધ્યા કૈન્ટથી રવાના થશે અને ત્રીજા દિવસે (ગુરૂવારે) 04:45 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બંને દિશાઓમાં
ભાવનગર પરા, સિહોર (ગુજરાત), ધોળા, બોટાદ, લીંબડી, સુરેન્દ્રનગર ગેટ, વીરમગામ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, માવડ, બેયાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, બાંદીકુઈ, ભરતપુર, ઈદગાહ, આગરા, ટુંડલા, કાનપુર સેન્ટ્રલ, લખઊ જંક્શન અને બારાબંકી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટીયર,એસી 3-ટીયર,એસી 3-ટીયર (ઈકોનોમી),સ્લીપર ક્લાસ,બીજી શ્રેણીના સામાન્ય ડિબ્બા ઉપલબ્ધ રહેશે.
નવી શરૂ કરવામાં આવેલ ટ્રેન નં. 19201/19202 ભાવનગર ટર્મિનસ – અયોધ્યા કૈન્ટ એક્સપ્રેસ, ગુજરાત અને ઉત્તર પ્રદેશ વચ્ચે ઝડપી અને નિર્ભિખ્ત રેલ જોડાણને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ ટ્રેન ભાવનગર અને આસપાસના વિસ્તારોના લોકોની લાંબા સમયથી ચાલતી માંગને પૂર્ણ કરે છે અને યાત્રાળુઓ, પ્રવાસીઓ તથા વ્યવસાય કે રોજગાર માટે મુસાફરી કરતા યાત્રીઓ માટે વધુ સુવિધા આપશે.આ સેવાથી ન માત્ર યાત્રા સમય ઘટવાની અપેક્ષા છે, પણ આ માર્ગ પર વેપાર અને પ્રવાસનને નોંધપાત્ર પ્રોત્સાહન મળશે. ઉપરાંત, આ વધુ સારી જોડાણથી ભાવનગર વિસ્તારમાં સામાજિક અને આર્થિક વિકાસને પણ મહત્વપૂર્ણ યોગદાન મળશે.
* ટ્રેન નં. 20151/20152 – પુણે (હડપસર) – રીવા (સાપ્તાહિક) સુપરફાસ્ટ એક્સપ્રેસ:
ટ્રેન નં. 20151 પુણે (હડપસર) – રીવા એક્સપ્રેસ તારીખ 07 ઑગસ્ટ, 2025થી દર ગુરૂવારે 15:15 કલાકે પુણે (હડપસર)થી રવાના થશે અને બીજે દિવસે 17:30 કલાકે રીવા પહોંચશે.
તેમજ ટ્રેન નં. 20152 રીવા – પુણે (હડપસર) એક્સપ્રેસ 06 ઑગસ્ટ, 2025થી દર બુધવારે 06:45 કલાકે રીવા પરથી રવાના થશે અને બીજે દિવસે 09:45 કલાકે પુણે (હડપસર) પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં
દૌંડ કોર્ડ લાઇન, અહમદનગર, કોપરગાંવ, મનમાડ, ભુસાવળ, અકોલા, વર્ધા, નાગપુર, ગોંડિયા, બાલાઘાટ, નૈનપુર, જબલપુર, કટની અને સતના સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટિયર,એસી 3-ટિયર,એસી 3-ટિયર (ઈકોનોમી),સ્લીપર ક્લાસ તથા બીજી શ્રેણી ના સામાન્ય ડિબ્બા રેહશે.
* ટ્રેન નં. 11701/11702 રાયપુર – જબલપુર (દૈનિક) એક્સપ્રેસ:
ટ્રેન નં. 11701 રાયપુર – જબલપુર એક્સપ્રેસ 04 ઑગસ્ટ, 2025થી દરરોજ 14:45 કલાકે રાયપુરથી રવાના થશે અને તે જ દિવસે 22:45 લાકે જબલપુર પહોંચશે.
તેમજ ટ્રેન નં. 11702 જબલપુર – રાયપુર એક્સપ્રેસ 05 ઑગસ્ટ, 2025થી દરરોજ 06:00 કલાકે જબલપુરથી રવાના થશે અને તે જ દિવસે 13:50 કલાકે રાયપુર પહોંચશે. આ ટ્રેન બંને દિશાઓમાં
દુર્ગ, રાજનંદગાંવ, ડોંગરગઢ, ગોંડિયા, બાલાઘાટ, નૈનપુર અને મદન મહેલ સ્ટેશનો પર રોકાશે.આ ટ્રેનમાં એસી ચેર કાર, ચેર કાર તથા બીજી શ્રેણી ના સામાન્ય ડિબ્બા ની સુવિધા ઉપલબ્ધ રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ