બોટાદમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું
બોટાદ, 4 ઓગસ્ટ (હિ.સ.) બોટાદ સરકારી હાઈસ્કૂલના મેદાન પર આજે એક આનંદદાયક અને ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો, જ્યાં બોટાદ સોની સમાજ દ્વારા આયોજિત ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ ટુર્નામેન્ટનું આયોજન સોની ક્રિકેટ ક્લબ-બોટાદ દ
બોટાદ મા ક્રિકેટ ટુર્નામેન્ટમાં આયોજન કરાયું


બોટાદ, 4 ઓગસ્ટ (હિ.સ.) બોટાદ સરકારી હાઈસ્કૂલના મેદાન પર આજે એક આનંદદાયક અને ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો, જ્યાં બોટાદ સોની સમાજ દ્વારા આયોજિત ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ ટુર્નામેન્ટનું આયોજન સોની ક્રિકેટ ક્લબ-બોટાદ દ્વારા કરાયું હતું અને તેમાં શહેર તથા આસપાસના વિસ્તારની વિવિધ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

ટુર્નામેન્ટ દરમિયાન રમાયેલી મેચોમાં ખેલાડીઓએ ઉત્કૃષ્ટ ક્રિકેટ પ્રદર્શન કર્યું, જેમાં કેટલીક મેચોમાં રસપ્રદ પલટાઓ અને જબરદસ્ત સ્પર્ધા જોવા મળી. અંતે, બે શ્રેષ્ઠ ટીમો વચ્ચે ભવ્ય ફાઈનલ મેચ રમાઈ, જેમાં સૌની નજરો વિજેતા કપ પર ટકી હતી.

ફાઈનલ મેચ બાદ વિજેતા અને રનર અપ ટીમોને ટ્રોફી આપવામાં આવી. મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી વિજેતા ટીમને કપ આપીને તેમની હિંમત افزાઈ કરવામાં આવી. કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ, રમતગમતના ઉત્સાહી અને સ્થાનિક યુવાઓની વિશાળ સંખ્યાંમાં ઉપસ્થિતિ રહી હતી.

આવા આયોજનો નમૂનારૂપ છે કે, જેમાં યુવાનોને રમતગમતની દિશામાં પ્રોત્સાહન મળે છે તથા સમાજમાં એકતા, સહકાર અને ઉત્સાહની ભાવના વૃદ્ધિ પામે છે. સોની ક્રિકેટ ક્લબના આ પ્રયાસને સૌ જ્ઞાતિજનોએ સરાહનીય ગણાવ્યું હતું અને ભવિષ્યમાં પણ આવા આયોજનો માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande