શ્રાવણના માસના બીજા સોમવારે ભક્તોમાં ઉત્સાહ, શિવાલયોમાં ભીડ વધી
સુરત, 4 ઓગસ્ટ (હિ.સ.)- પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ ચુકી છે. ભક્તો મહાદેવની ભક્તિમાં અને પૂજાપાઠમાં લિન થઇ ગયા છે. હિન્દૂ ધર્મમાં પવિત્ર શ્રવણ માસની અનેરો અને બહુજ ખાસ મહત્વ હોય છે. ત્યારે આ પવિત્ર મહિનાની શરૂઆત થયા બાદ ભક્તોમાં ઉત્સાહ વધી રહ્યો છે જ
shiv abhishek


સુરત, 4 ઓગસ્ટ (હિ.સ.)- પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ ચુકી છે. ભક્તો મહાદેવની ભક્તિમાં અને પૂજાપાઠમાં લિન થઇ ગયા છે. હિન્દૂ ધર્મમાં પવિત્ર શ્રવણ માસની અનેરો અને બહુજ ખાસ મહત્વ હોય છે. ત્યારે આ પવિત્ર મહિનાની શરૂઆત થયા બાદ ભક્તોમાં ઉત્સાહ વધી રહ્યો છે જેને લીધે શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે. જેને પગલે શિવાલયો ભક્તોથી ઉમડી રહ્યા છે અને શિવ મંદિરો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી રહ્યા છે.

શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો અલગ-અલગ રીતે મહાદેવની આરાધના કરે છે. ઉપવાસ કરીને પૂજા કરવામાં આવે છે, જ્યારે કેટલાક કાંવડ યાત્રા કરે છે અને ગંગાના જળથી ભગવાન શિવનો જળાભિષેક કરે છે. કાવડિયા પવિત્ર નદીઓનું પાણી એકત્ર કરીને મહાદેવનો મંદિરોમાં પહોંચ્યા હતા.અને જળાભિષેક કરવામાં આવ્યું હતું. ત્યારે પવિત્ર શ્રાવણ માસની શરૂઆતની સાથે જ શહેરના અલગ અલગ મહાદેવના મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમડી રહ્યું છે. જયારે બીજી બાજુ આજે શ્રવણનો બીજો સોમવાર આવી ગયો છે અને ભક્તો વહેલી સવારથી જ શિવાલયોમાં પહપચ્યા હતા. અને જળાભિષેક કરવાની સાથો સાથ વિશેષ પૂજાપાઠ કરવામાં આવી હતી. એટલુંજ નહીં પ્રથમ સોમવારે શહેરના જુદા જુદા શિવ મંદિરો ઓમ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યાં હતા.

આ ઉત્સાહ બીજા સોમવારે પણ યથાવત રહેવા પામ્યો હતો. સાથે જ મહાદેવના દર્શન અને શિવલિંગ પર જળાભિષેક માટે ભક્તોની ભારે ભીડ ઉમડી રહી છે તેમજ મોટી મોટી કતારોમાં જોવા મળી રહી છે છે. પવિત્ર શ્રવણ માસમાં સોમવારનો વિશેષ મહત્વ હોય છે. ભક્તતો સોમવારનો ઉપવાસ પણ કરતા હોય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande