પાટણ, 4 ઓગસ્ટ (હિ.સ.) : પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ શુક્રવારથી થયો હતો. શ્રાવણ માસ શિવભક્તો માટે અત્યંત મહત્વનો ગણાય છે. ખાસ કરીને જ્યારે સોમવાર શ્રાવણમાં આવે છે ત્યારે તેનું ધાર્મિક મહત્વ વધુ વધી જાય છે. આ શુભ અવસરે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં શિવમંદિરોમાં ભક્તજનો દ્વારા ભગવાન શિવની પૂજા, અર્ચના અને અભિષેક કરવામાં આવ્યા હતા.
શ્રાવણ માસના બીજા સોમવારે પાટણના શિવમંદિરો શણગારથી ઝગમગાટ કરી રહ્યા હતા. સિધ્ધનાથ મહાદેવ, બગેશ્વર મહાદેવ, નીલકંઠ મહાદેવ, ગુપ્તેશ્વર મહાદેવ, ત્રિપુરારેશ્વર મહાદેવ, મલેસ્વર મહાદેવ, સિધેશ્વર મહાદેવ, જબરેસ્વર મહાદેવ, લોટેશ્વર મહાદેવ, ગૌકણેશ્વર મહાદેવ, મહાષોકાન્ત મલહારે મહાદેવ, જાળેશ્વર મહાદેવ અને આનંદેશ્વર મહાદેવ સહિતના મંદિરોમાં ભક્તોનું ભારે ગ્રાહણ જોવા મળ્યું હતું.
ભક્તોએ ભગવાન શિવને બિલિપત્ર, દૂધ, જળ અને અન્ય પવિત્ર દ્રવ્યો અર્પણ કરી ભાવપૂર્વક અભિષેક અને આરાધના કરી. મંદિર પરિસરો “હર હર મહાદેવ” અને “ઓમ નમઃ શિવાય”ના નાદોથી ગુંજી ઉઠ્યા હતા. શ્રદ્ધાળુઓએ આ પવિત્ર અવસરે શિવધર્મની અનુભૂતિ કરીને આત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર