સોમનાથ 8 ઓગસ્ટ (હિ.સ.) : પ્રભાસ પાટણ વિશ્વ પ્રસિદ્ધ ભારત બહાર જ્યોતિર્લિંગ પ્રથમ સોમનાથ મહાદેવ પવિત્ર શ્રાવણ માસમાં શિવ ભાવિક દાતા અને સેવાભાવીઓ દ્વારા વિનામૂલ્યે પ્રસાદીઓના કાઉન્ટર ધમધમી રહ્યા છે, સોમનાથ ખાતે છેલ્લા 15 વરસથી શ્રાવણ માસ આખો અમદાવાદના શશીકાંત .વી. પટેલ ભુરાભાઈ તથા રજનેશ ગણપત પટેલ બોપલ આમલી સોમનાથ દર્શને આવતા યાત્રિકોને ફરાળી ખીચડી રાજગરા શેરો ફળ સવારે 7:00 થી બપોરે ચાર સુધી અપાતું રહે છે. આ અંગેના સંચાલક ભુપતભાઈ જાની સ્થાનિક તરીકે મદદરુપ બની સંચાલન સેવા બજાવે છે. આ માટે 14 માણસોનો સ્ટાફ પણ રાખવામાં આવેલ છે અને આખા માસમાં 300 ડબ્બા તેલ અને બટેટાની 600 ગુણી સેવા કાર્યમાં વપરા શે. આ કામમાં સોમનાથ ટ્રસ્ટનો પણ અમોને સહયોગ છે અને મુખ્ય દાતા શશીકાંત પટેલ અને રજનેશ પટેલ શ્રાવણના પ્રથમ દિવસે અત્રે આવતા રહે છે અને તેના વર્ષોના વર્ષોના ક્રમ મુજબ શ્રાવણ માસના સમાપન દિવસ આવતા રહે છે.
ફરાળી પ્રસાદી લેવા ભાવિકોની કતાર લાગે છે આવી જ રીતે મંત્રી અને કોળી સમાજના અગ્રણી પરસોત્તમભાઈ સોલંકી તથા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તરફથી તેમજ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને પૂર્વ ભાજપ જિલ્લા પ્રમુખ માનસિંગભાઈ પરમાર પણ ભાવિકોને પવિત્ર શ્રાવણ માસમાં ભાવિકોને વિનામૂલ્ય પ્રસાદી તેઓએ ગોઠવેલી વ્યવસ્થા મુજબ પ્રસાદી અપાય છે પુણ્યના ભાથા સાથે ભાવિકો તીર્થમાં પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ