સોમનાથ 4 ઓગસ્ટ (હિ.સ.)સોમનાથ રૂદ્રાક્ષ દશૅન, શ્રાવણના દ્વિતીય સોમવારે ભગવાન સોમનાથ દાદાને રૂદ્રાક્ષ થી શણગારવામાં આવ્યા હતા.
પવિત્ર શ્રાવણના દ્વિતીય સોમવારે સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તોની વિશાળ ભીડ ઉમટી પડી હતી. ત્યારે પગપાળા ચાલીને સોમનાથ દાદાની શીશ નિમાવવા માટે વહેલી સવારથી જય ભોલાનાથના નારા સોમનાથ મંદિર ગુંજી ઉઠ્યું હતૂ સાથેસમગ્ર મંદિર પ્રાંગણમાં શ્રદ્ધાળુઓની ભાવભીની હાજરી જોવા મળી હતી, જ્યાં ભક્તો દૂર દૂરથી જળ કાવડયાત્રા સ્વરૂપે પુષ્પો, બિલ્વપત્ર અને પવિત્ર જળ લઈ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પધાર્યા હતા.
શ્રાવણ માસ દરમિયાન દર સોમવારે ભક્તોની શ્રદ્ધા અને ભક્તિભરી ઉમંગભેર હાજરી સોમનાથ મહાદેવના દિવ્યતાને વધુ ઉજાગર કરે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ