ગીર સોમનાથ ધામળેજ નજીક કણજોતર ગામ પાસે ઇકો કાર સાથે અથડામણમાં વાછડાનું મોત
-ધામળેજ નજીક કણજોતર ગામ પાસે ઇકો કાર સાથે વાછડાની અથડામણમાં મોત : ગ્રામજનોની હાજરીમાં સન્માનપૂર્વક સમાધિ આપી. સોમનાથ 4 ઓગસ્ટ (હિ.સ.)સુત્રાપાડા તાલુકાના કણજોતર ગામ નજીક ગત રાત્રિના 8 વાગ્યે ની આસપાસએક ઘટના બની હતી. કોડીનાર-સુત્રાપાડા હાઇવે પર આવેલા
ધામળેજ નજીક કણજોતર ગામ પાસે


-ધામળેજ નજીક કણજોતર ગામ પાસે ઇકો કાર સાથે વાછડાની અથડામણમાં મોત : ગ્રામજનોની હાજરીમાં સન્માનપૂર્વક સમાધિ આપી.

સોમનાથ 4 ઓગસ્ટ (હિ.સ.)સુત્રાપાડા તાલુકાના કણજોતર ગામ નજીક ગત રાત્રિના 8 વાગ્યે ની આસપાસએક ઘટના બની હતી. કોડીનાર-સુત્રાપાડા હાઇવે પર આવેલા જેસિંગભાઈ પઢિયારની વાડી નજીક એક ઈકો કાર અને વાછડાની ધડાકાભેર અથડામણ થઈ હતી.

અથડામણમાં વાછડો ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘટનાની જાણ થતાં ગામના પશુ ડોક્ટર કાળુભાઈ તરતજ ઘટના સ્થળે પહોંચ્યા અને પ્રાથમિક સારવાર આપી હતી. પરંતુ ઇજાઓ ગંભીર હોવાના કારણે વાછડાનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું.

ઘટનાની જાણ થતાં ગામજનો પણ સ્થળ પર એકત્રિત થયા હતા. તેમને વાછડાના અંતિમ સંસ્કાર માટે માનવીય સંવેદનાને અનુરૂપ નિર્ણય લીધો. ઘાયલ વાછડાને સ્થળ પરથી જેસીબી યંત્રની મદદથી લઈ જવામાં આવ્યો હતો. ત્યાં ખાડો ખોદી ગામજનોની ઉપસ્થિતિમાં પૂજા વિધિ સાથે વાછડાને સન્માનપૂર્વક સમાધિ આપવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande