ગીર સોમનાથ 4 ઓગસ્ટ (હિ.સ.) ધામળેજ ખાતે આવેલી ધોમ્ય પ્રાથમિક શાળામાં એક વિશેષ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામમાં વધતી વસતી અને વિદ્યાર્થીઓની સંખ્યા ધ્યાનમાં લઈને શિક્ષણસંબંધિત સમસ્યાઓ અને સુવિધાઓમાં વધારાની જરૂરિયાત બાબતે આ મિટિંગ યોજાઈ હતી.
આ મિટિંગમાં ધામળેજ બંદરના તમામ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, ગામના વડીલો, વિવિધ સમાજના પટેલો ઓ, યુવાન મિત્રો, ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
શાળાના તમામ પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષકો અને એસએમસી (શાળા વ્યવસ્થાપન સમિતિ)ના સભ્ય ઓએ પણ હાજરી આપી હતી.
મુલાકાતમાં મુખ્યત્વે વર્ગખંડોમાં વધારાની જરૂર, જરૂરિયાત તથા અન્ય શૈક્ષણિક સુવિધાઓ વિકસાવવાની દિશામાં ચર્ચા કરવામાં આવી હતી. દરેક ઉપસ્થિત વ્યક્તિએ પોતાના અભિપ્રાયો અને સૂચનો આપી શાળાના ભવિષ્ય માટે સહકારની ભાવના વ્યક્ત કરી હતી.
મિટિંગ અંતે નક્કી કરવામાં આવ્યું કે, શાળાની જરૂરિયાતો અંગે તાત્કાલિક સરકારી તંત્ર સમક્ષ રજૂઆત કરી વધુ સારો શૈક્ષણિક માહોલ ઊભો કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ