ગીર સોમનાથ 4 ઓગસ્ટ (હિ.સ.) જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક વિ.આર.ખેંગાર વેરાવળ વિભાગ દ્વારા પો.સ્ટે.વિસ્તારમાં જુગાર અંગેની ગેરકાયદેસર પ્રવૃતી નેસ્ત-નાબુદ કરવા સખત સુચના આપેલ હોય જે અનુસંધાને તાલાલા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.જે.એન.ગઢવી સાહેબ નાઓની સુચના મુજબ તેમજ માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પો.હેડ.કોન્સ.દેવેન્દ્રભાઇ ભુપતભાઈ ગાથે તથા એ.એસ.આઇ રણજીતસિંહ પરબતસિંહ ડોડીયા તથા પ્રતિપાવસિંહ ગીગાભાઇ કાગડા તથા પો.હેડ.કોન્સ ગોવિદભાઈ પરબતભાઈ મારૂ તથા પો.કોન્સ. સિધ્ધરાજસિંહ જયસિંહ પરમાર એ રીતેના તાલાલા ટાઉન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ ગોવિદભાઈ પરબતભાઈ મારૂ નાઓને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે તાલાલા ટાઉન વિસ્તારમાં ગુપ્તેશ્વર પાર્ક સોસાયટી વિસ્તારમાં રહેણાંક મકાન પાસે શેરીમાં જાહેરમાં લાઇટના અજવાળે ખુલ્લી જગ્યામા જુગારની રેઇડ કરી નીચે જણાવેલ વિગત મુજબનો જુગારધારાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી તાલાલા પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૭૨૫૦૯૯૨/૨૦૨૫ જુગાર ધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી કરવામા આવેલ છે.
આરોપીઓ...
(૧) રાહુલભાઇ અરવિંદભાઈ બારૈયા રહે,તાલાલા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં તા.તાલાલા
(૨) મેહુલભાઇ અરવીંદભાઇ બારૈયા રહે,તાલાલા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં તા.તાલાલા
(૩) અનીલભાઇ મનસુખભાઇ ચુડાસમા રહે, તાલાલા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં તા.તાલાલા
(૪) જયેશભાઇ વેલજીભાઈ મકવાણા રહે, તાલાલા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં તા.તાલાલા
(૫) ધવલભાઇ પ્રવીણભાઈ ચુડાસમા રહે,તાલાલા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં તા.તાલાલા
કબ્જે કરેલ મુદામાલ :-
(૧) રોકડ રૂ. ૧૦,૨૫૦ /-
(૨) જુગાર સાહિત્ય કિ.રૂ.૦૦/-
કુલ મુદામાલ કિ. રૂ. ૧૦,૨૫૦ /-
> કામગીરી કરનાર અધિકારી/કર્મચારીખો :-
પો.ઇન્સ. જે.એન.ગઢવી તથા પો.હેડ.કોન્સ. દેવેન્દ્રભાઇ ભુપતભાઇ ગાથે તથા એ.એસ.આઇ રણજીતસિંહ પરબતભાઈ ડોડીયા તથા પ્રતિપાલસિંહ ગીગાભાઇ કાગડા તથા પો.હેડ.કોન્સ. ગોવિદભાઈ પરબતભાઈ મારૂ તથા પો.કોન્સ. સિધ્ધરાજસિંહ જયસિંહ પરમાર
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ