ગીર સોમનાથ, 4 ઓગસ્ટ (હિ.સ.) અમરેલી વિભાગના કોડીનાર ડેપો દ્વારા સંચાલિત ઊના-જુનાગઢ વાયા વેરાવળ બસ સ્ટાફ શોર્ટેઝના કારણે બંધ હતી.કોડીનાર ખાતે કંડકટરની ખાલી જગ્યાઓ ભરાતા સોલંકી સાહેબ વિભાગીય નિયામક શ્રી, અમરેલી દ્વારા કોડીનાર તાલુકાની જનતાની માગણી મુજબ આ બસ સેવાને કોડીનારથી તાલાળા સાસણ મેંદરડા રૂટ પર શરૂ કરવામાં આવી છે.
આ બસ કોડીનાર થી સાંજના ચાર વાગ્યે ઊપડી પ્રાચી તાલાળા સાસણ મેંદરડા થઈ સાંજના સાડા સાત વાગ્યે જુનાગઢ પહોચશે. જુનાગઢ થી આ બસ બીજા દિવસે સવારે છ વાગ્યાને દશ મિનિટે ઊપડી એજ રૂટ પર સવારે પોણા અગ્યાર વાગ્યે ઊના પહોચશે. આ બસ સેવા શરૂ થતાં કોડીનાર થી તાલાળા તરફ જવા માટે બપોર બાદ કોઈ જ બસ ન હોય આ નવી સુવિધા ઉપલબ્ધ થઈ છે. આ પ્રસંગે મહેશભાઈ રાઠોડ (દ્રષ્ટિ આર્ટ) તથા અજીતભાઈ ચાવડા તરફથી રૂટબોર્ડ બનાવી આપી. ફરજ પરના કૃ ને પ્રોત્સાહીત કર્યા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ